SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારે.. જવાળામુખી અને ધરતીકંપને લીધે ભૂમિનાં પડોમાં ઘણે ફેરફાર થયો છે અને હજી થયાં કરે છે. ભૂતકાળમાં એ બન્ને બળોથી જે પ્રબળ ફેરફાર થયા હશે એના પ્રમાણમાં અત્યારની અસર નામની જ ગણી શકાય. છતાં ધરતીકંપ અને જવાળામુખીના વારંવાર થતા બનાવો હમેશાં જાનમાલનું ભારે નુકસાન કરે છે અને એના કેન્દ્રની આસપાસના પ્રદેશમાં ભૂમિની ભારે ઉથલપાથલ કરી મૂકે છે. એટલે એ બન્ને બળાનું કંઈક વિવેચન આવશ્યક છે. ( ઘણાખરા જવાળામુખી સુષુપ્ત અવસ્થામાં જ રહે છે, અને (લાંબા કાળે જાગૃત થઈ આસપાસના પ્રદેશમાં એની વિનાશકારક (શક્તિને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. પૃથ્વીનાં પડ ઉપર જાગૃત (જ્વાળામુખી કરતાં મૃત જવાળામુખી વિશેષ છે, એટલે એમ (લાગે છે કે પૂર્વે જવાળામુખીનાં ભયાનક બળોએ પૃથ્વીના પડ (ઉપર ક્રતિકારક અસર કરી હશે. - પૃથ્વી ઉપર લગભગ ત્ર ૩૦૦ જવાળામુખી છે. મહાસાગરના કિનારા નજીક ટાપુઓની હારમાળારૂપે અગર જે કિનારાની લગોલગ લાંબી પર્વતની હારમાળા હોય ત્યાં ઘણુંખરૂં જવાળામુખી વિસ્તરેલા હોય છે. સમુદ્રની અંદરના ઘણાખરા ટાપુઓ જવાળામુખી દ્વારા ઉત્પન્ન થયેલા છે, અને એમ મનાય છે કે પરવાળાંના ટાપુ પણ જવાળામુખીની ટેકરી ઉપર બંધાએલા હોય છે. એવું પણ માલમ પડે છે કે જવાળામુખી ઘણુંખરૂં સમુદ્રથી બહુ દૂર હતા નથી. એન્ડીસ જવાળામુખીની એક હાર (જેને પેસીફીક બેલ્ટ * જવાળામુખીની ચોક્કસ સંખ્યાનો આશરે હજી કઢાયે નથી. સમુદ્રની નીચે અને પૃથ્વીની સપાટી ઉપર લાંબે કાળે જાગૃત થતા વાળામુખીની સંખ્યા અનિશ્ચિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy