________________
પૃથ્વીના ઇતિહાસ
પ્રાણીઓ પણ અનેક રીતે જમીનને નુકસાન પહાંચાડે છે.( જમીનમાં દર કરનારાં પ્રાણીએ અંદરની માટીને ઉપર લાવી હવા અને પાણીના ધસારાને વધુ તીવ્ર બનાવે છે. તેમના દર વાટે પણ પાણી જમીનમાં ઉતરી વધુ નુકસાન કરે છે. ડાર્વીનના મત પ્રમાણે અળસી જેવાં અસંખ્ય જંતુએ હમ્મેશાં જમીનના પડનો અંદરથી નાનાં રજકણા બહાર લાવ્યાં કરે છે. અમેરિકામાં પ્રેરીડેાગ અને ગાફર નામના પ્રાણીએ પશ્ચિમ તરફના ઘણા મેટા સપાટ પ્રદેશને ઉકલી કાઢયા છે. બીવર નામનું પ્રાણી ઝાડીને કાપી નાંખે છે. કેનેડામાં આ પ્રાણીએ ઘણે ઠેકાણે ઝાડ કાપવાથી નદીના વહેણમાં અંતરાય ઉભા કર્યા છે. કેટલેક ઠેકાણે નાની ખીણેામાં ઝાડના અંતરાયને લીધે પાણી ભરાઈ રહેવાથી હમ્બરા એકર જમીન સરાવર રૂપમાં ફેરવાઇ ગઇ છે. મીસીસીપી નદીના કિનારા પણ ક્રેનાલની માછલીઓએ પાડેલી ખખાલેાથી વધુ ઝડપથી તુટી જાય છે. માસ્ક નામના જીવાત ઝાડ અને પત્થરમાં પણ કાણાં પાડે છે અને એથી એનું બંધારણ શીથીલ અનાવે છે. પરવાળાંના ટાપુના નાશ પણ ઘણીવાર આવાં જ કારણથી થાય છે.
.
વનસ્પતિની રક્ષણ કરવાની શકિત કેટલીક વાર જમીનના પડના ધસારાને અટકાવે છે. શ્વાસ જેવી કેટલીક એવી વનસ્પતિ છે (કે જે નીચેની છૂટી માટી અને રેતીને પેાતાના મૂળથી ઢાંકી દઇ બચાવે છેક ઉત્તર અમેરિકાના કેટલાક વેરાન પ્રદેશની રેતાળ જમીન ગ્રીઝવુડ અને સેઇજ ભ્રશ નામની વનસ્પતિથી રક્ષાએલી છે. દરીઆઈ વેલા સમુદ્ર કિનારાને કંઇક અંશે સમુદ્રના મેાાંની અને હવાની અસરથી બચાવે છે. આવી રીતે જંગલ અને ઝાડીથી જમીન ઉપર વરસાદના મારાનું બળ કંઈક એછું થાય છે. પર્વતની કડાણ ઉપર ઉગતાં ઝાડા એના ખડકાતે અને શીલાને નીચે સરી પડતાં અટકાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com