________________
હવાની અસર
૩૭
માસની ૧લી અને ૧૯મી તારીખે ઈલીનેઈસ અને
વીસીનના પ્રદેશમાં મોટાં તોફાન થયાં હતાં. એ વખતે ઘરનાં છાપરાં લગભગ પોણો માઈલ દૂર ઉડી ગયાં હતાં એક આખું ઘર અદ્ધર હવામાં ઉંચકાઈ ગયું હતું અને ભાંગીને છિન્નભિન્ન થયું હતું.
નાઈ નેહ અને બાબીલેન જેવાં શહેરનાં ઘરે પવનના પ્રવાહમાં ઘસડાઈ આવતી ધૂળ અને રેતીના થરોમાં દબાઈ ગયાં હતાં. ખાતાનની હવામાં જીણી ધૂળ એટલી બધી હોય છે કે ઘણી વાર ધોળા દિવસે દિવો સળગાવી વાંચવું પડે છે. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે એક જાતની પીળી માટીના સ્તર કેટલીક જગ્યાએ મળી આવે છે તે આવી રીતે હવાથી ઘસડાઈ આવેલી ધૂળમાંથી જ ઉત્પન્ન થયા હશે. આવા સ્તરે ચીન અને તુર્કસ્તાનમાં ખાસ કરીને મળી આવે છે અને લગભગ ૧૨૦૦થી. ૧,૫૦૦ ફીટ જાડાઈના હોય છે. કેટલીક વાર એવા ધૂળના સ્તર જેમીનની સપાટીની અસમાનતા દૂર કરી સમતળ બનાવે છે. સપાટ પ્રદેશમાં આવા સ્તર બંધાતા હોય તે તેમાં એક પ્રકારની રચના ઘણીવાર જોવામાં આવે છે. રેતીને એક પટ નીચેથી ઉચે જશે અને તે એકદમ ઢળાવ ખાઈ તેના જ થડમાંથી બીજે થર ઉચ્ચ વધશે. અને એક દાદરના પગથી જેવા ચઢઉતર પટો બધાશે. છે કેટલીક વાર લેહીને વરસાદ અથવા રાતો વરસાદ પડવાની ખબર મળે છે. એમાં પણ દૂરના પ્રદેશની ઘસડાઈ આવેલી રાતી ધૂળ જ કારણભૂત હોય છે. કોઈ રેતાળ પ્રદેશમાંથી ઉડેલી ધૂળ હવામાં ઘણે લાંબે સુધી ઘસડાઈ જાય છે અને છેવટે જ્યાં વાદળો વધુ હોય ત્યાં પાણીના બિન્દુ બંધાવામાં કેન્દ્ર (nucleus) તરીકે ભળીને જમીન ઉપર રાતા વરસાદરૂપે પડે છે. આવા બનાવો કેઈક વાર હિન્દુસ્તાનમાં અને આફ્રિકામાં બને છે.
હવાની બીજી અસર પાણી ઉપર થાય છે. જે હવા જોરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com