SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને ઈતિહાસ ગયા છે. ઉત્તર અમેરિકાના કેટલાક ભાગમાં આવા ફેરફાર ઘણું પ્રમાણમાં ચાલુ છે. હવામાં ઉડતી ધુળ અને રેતી બીજા જમીનના 4 પટ ઉપર ઘસારે કરી નવી ધૂળ ઉત્પન્ન કરે છે. વોશીંગ્ટનના | મ્યુઝીઅમમાં એક કાચની તકતી છે, જે ફક્ત બે દિવસના હવાના તફાનમાં ઘસડાઈ આવેલી રેતીના ઘસારાને લીધે લગભગ અપારદર્શક બની ગયેલી છે. ઈજીપ્તમાં આવેલા ફીક્ષનું મેટું એક બાજુએ ઘણું લીસું છે, અને બીજી બાજુએ કાયમના હવાના પ્રવાહથી ખરબચડું બની ગયેલું છે. ઈજીપ્ત અને સહરાના નજીકના પ્રદેશોમાં અને દુનીઆના બીજા ઉષ્ણ રેતાળ પ્રદેશમાં હવાના પ્રવાહોની અસર વધુ માલમ પડે છે. હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે આવા રેતીના સ્તરે બંધાએલા છે અને બંધાતા રહે છે. દક્ષિણમાં કૃષ્ણ અને ગોદાવરીના કિનારાના સપાટ પ્રદેશમાં ગ્રીષ્મ રૂતુમાં હવાના મોટા પ્રવાહથી રેતીના મોટા પટ ભેગા થાય છે અને નદીના પટમાં પણ અવરોધ કરે છે. “ટેરી” નામના ટીનેવેલી કિનારા ઉપર ભેગા થતા રેતીના ડુંગરે પણ આ જ પ્રકારે ઉદ્દભવે છે. સિંધુ નદીની પશ્ચિમે પણ કેટલેક એ છૂટી માટીને પ્રદેશ આવેલ છે, જે હવાના પ્રવાહોથી ઘસડાઈ આવેલી માટીથી ઉત્પન્ન થયેલ છે. હજી પણ પંજાબની સપાટ ભૂમિમાંથી ઘસાઈ જતી રેતી અને ધૂળનાં મોટાં પડે પૂર્વ તરફના ભાગમાં તૈયાર થયાં કરે છે. જે પ્રદેશમાં ઉષ્ણતાના ફેરફાર વધુ હોય અને જ્યાં હવા બહુ ભેજવાળી નથી હોતી ત્યાં પવનને લીધે સપાટી નીચી થતી જાય છે. મેટા વટાળ વખતે હવાની ભયંકરતા માલમ પડે છે. ' ઘણી વાર વળી આમાં આખાં ઘરે નાશ પામે છે અને ખેતીવાડી તેમ ઝાડપાનને પણ અણધારેલું નુકસાન થાય છે. ટેકરીઓ ઉપરના નાના પત્થર ઉડી જાય છે, અને ધૂળ અને રેતીનો મોટો જથ્થો એક જગ્યાથી ઉડીને દૂર જઈ પહોંચે છે ૧૮૩૩ના મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy