________________
ઉષ્ણતાની અસર
ગરમીને લીધે કેટલીક રાસાયણિક ક્રિયાઓ ઘણું જલદ બને? છે, એટલે પાષાણના સ્તરમાં પાણીની અને હવામાનની રાસાયણિક ? અસર વધુ થાય છે.
ઠંડીને લીધે ઉંચા પ્રદેશમાં અને શીતકટીબંધમાં પાણીનું કાયમને માટે બરફ બની જાય છે. એ બરફની અસર પણ જમીનના પડના ફેરફારોમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.. સમુદ્રની સપાટીથી દર ૩૦૦ ફુટની ઉંચાઈએ ૧ ડીગ્રી ફેરનહીટ) ગરમી ઓછી થાય છે. જે ઉંચાઈએ બરફ પીગળી જઈ શકતું નથી, પરંતુ કાયમને માટે જમા થઈ રહે છે, એ ઉંચાઈને હિમરેષા (Snow-line) કહેવામાં આવે છે. આ હિમરેષાની ઉંચાઈ ઉષ્ણકટીબંધમાં અને શીતકટીબંધમાં એક સરખી હોતી નથી. સાધારણ રીતે ઉષ્ણ પ્રદેશમાં રથી ૨૨ હજાર ફુટ ઉંચાઈએ હિમષા આવે છે. જ્યારે યુરોપ જેવા શીત પ્રદેશમાં હિમરેષા ૮,૦૦૦થી ૯,૦૦૦ ફુટ ઉચે હોય છે. જેમ ધ્રુવ નજીક જઈએ છીએ તેમ એ ઉંચાઈ ઓછી થઈ છેવટે સમુદ્રની સપાટીની સમાન્તર થઈ જાય છે. પર્વત ઉપર જમા થતું હિમ (Snow) પર્વતની કડણને લઈને વારંવાર નીચે સરી પડે છે. ઘણું 1વાર નીચે કરેલા હિમનું બરફ (Ice) થઈ જાય છે અને એ
બરફની મોટી ભેખડે પણ સરી પડે છે. આવી ભેખડો નાનાં ઝાડ, પત્થરો અથવા એવા અવરોધની વચ્ચે પોતાને માર્ગ કાપે છે. શીત પ્રદેશમાં ઉંચા પહાડની તળેટીમાં આવેલાં ગામડાંમાં પણ આવા બરફની સરી પડતી ભેખડેથી પારાવાર નુકસાન થાય છે. એ ઉપરાંત બરફમાં જકડાઈ ગયેલા પત્થર, માટી અને ઝાડપાન પણ એ બરફની સાથે ઘસડાઈ જાય છે. આવી જાતના બરફના ખડકે મોટા જથ્થામાં પર્વત ઉપરથી સરી પડે છે. ત્યારે હિમપટપ્રવાહ ( Glaciers ) ઉત્પન્ન થાય છે અને એ પ્રવાહોથી મોટા પત્થરના ખડક અને બીજા અંતરાયો પણ તુટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com