________________
નિવેદન
શ્રી ફાર્બસ ગુજરાતી સભાના વ્યવસ્થાપક મંડળે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનવિષયક ગ્રન્થાને ઉત્તેજન આપવાના સભાના એક વિશેષ ઉદ્દેશને અનુસરીને તે સંબંધી યાજના ઘડવાનું કામ મંડળના એક સભ્ય રા. પેાપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ., ખી. એસસી., એમને સેાંપી, તેમની પાસે સને ૧૯૩૦માં એક ચેાજના તૈયાર કરાવી. તે પછી સને ૧૯૩૧ માં તે અનુસાર વિજ્ઞાનવિષયી ગ્રંથાનાં પારિતોષિક, છપામણી વગેરે માટે રૂ. ૨,૦૦૦ સુધી ખર્ચ કરવાનું ઠરાવેલું છે.
ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનવિષયક પુસ્તકાની સંખ્યા ધણી જ ઓછી છે, તેથી કાઈ પણ દિશામાં તે વધે, એ ઇષ્ટ છે. તે છતાં ગુજરાત વિષે બધાં વૈજ્ઞાનિક તત્ત્વા એકઠાં કરવાના વિશિષ્ટ હેતુથી, તેમ શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ગુજરાતી સાહિત્યના અને સાથે સાથે ગુજરાતને લગતા ઇતિહાસ, વિજ્ઞાન આદિ સાહિત્યના પ્રચારના આશય લક્ષમાં રાખી, ગુજરાત સંબંધી જ એવાં પુસ્તકા તૈયાર કરાવવાનું કાર્ય પ્રથમથી ઉપાડવામાં આવ્યું હતું. નીચેના વિષયેા ઉપર ૧૫૦ થી ૨૦૦ પાનાંના જૂદા જૂદા ગ્રંથા તૈયાર કરાવવા માટે વિજ્ઞાનપ્રિય લેખકા સાથે પત્રવ્યવહાર ચલાવાયા હતાઃ
(૧) ગુજરાતની ભૌગોલિક રચના-Geography of Gujarat, Physical and Commercial; Geology; Soils; Agriculture.
(૨) ગુજરાતની ખનીજ અને રાસાયનિક સંપત્તિ Mineralogy, Petrology and Chemical Resources. (૩) ગુજરાતનાં હવામાન-Meteorology of Gujarat. (૪) ગુજરાતની વનસ્પતિ-Flora of Gujarat. (૫) ગુજરાતનાં પ્રાણીઓ-Fauna of Gujarat.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com