________________
પૃથ્વીને ઇતિહાસ જમીનના પડની હિલચાલથી પણ આવા ઉપસેલા ભાગ મળી આવે છે. પરંતુ એને આ જાતના પર્વતમાં ન જ લેખી શકાય. (૨) જમીનના ઉપસેલા ભાગને સમૂહ કે જે ઘણે ભાગે ઉપરના ધોવાણ કે એવી રીતની અસરથી જ ઉત્પન્ન થયેલો હોય છે. આવી પર્વતની હાર ખાસ લાંબી નથી હોતી, પરંતુ કોઈ સ્થળે થોડા વિસ્તારમાં જ હોય છે. સ્કોટલેન્ડની ઉચ્ચ ભૂમિ, કમ્બરલેન્ડ અને વેલ્સની ટેકરીઓ, કેનેડાના લેરેન્ટાઈડ પર્વત, વિધ્ય અને સહ્યાદ્રિ ઘાટે આ જાતમાં આવે છે. (૩) એક ઉંચી અને લાંબી સમાન્તર પર્વતની હારમાળાએમાં એક હાર ટુટકરીને બીજી વારમાં મળી જતી હોય છે પરંતુ એક જ દિશામાં વિસ્તાર પામે છે. અને વચ્ચે વચ્ચે ઉંચા શીખરવાળા પર્વત પણ આવે છે. આ જાતના પર્વને ખાસ કરીને પૃથ્વીના પડમાં ભીતરના દબાણથી થયેલા ફેરફારના પરિણામરૂપે જ ઉત્પન્ન થયેલા છે. પૃથ્વીની. ઘણીખરી પર્વતની હાર આ જાતમાં આવે છે. હિમાલય, આપસ, કે એન્ડીઝના પર્વતો આ પ્રકારના છે.
હિમાલયની પ્રત્યેક હાર દક્ષિણ તરફ એકદમ ઢોળાવ ખાય છે, જ્યારે ટિબેટના પ્રદેશ તરફ સાધારણ ઢોળાવ છે. ઉત્તર તરફના ઢોળાવ ઉપર હિમષા સુધી ઘણુંખરું જંગલે આવી રહેલાં છે. જ્યારે પશ્ચિમ તરફની કઠણેમાં જુજ વનસ્પતિ છે. હિમાલયની શરૂઆત પામીર (દનીઆનું છાપરું)માંથી થાય છે. આ કેન્દ્રમાંથી મધ્ય એશીઆની બીજી અનેક શાખા નીકળે છે. પામીરથી અગ્નિકોણ તરફ એ પર્વતની હારે સમાન્તર આગળ વધે છે. દરેક હારની ઉંચાઈ ૧૭,૦૦૦ ફૂટથી વધુ છે. હિમાલયની હારોને ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચી નાંખવામાં આવી છે.
(૧) ઉચ્ચ હિમાલય –એ હાર તદ્દન અંદરની છે અને એની દઉંચાઈ ૨૦,૦૦૦ ફુટથી વધુ છે. એ હારમાં માઉન્ટ એવરેસ્ટ (ગૌરીશંકર, ૨૯,૦૦૦ કુટ), કેર (K, ૨૮,૨૫૦ ફુટ), કાંચનગંગા (૨૮,૧૦૦ ફુટ), ધવલગિરિ (૨૬,૮૦૦ ફુટ), નગાપર્વત (૨૬,૬૦૦ ફુટ) વગેરે દુનિઆનાં ઉચ્ચ શિખરે આવેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com