________________
પૃથ્વીનું વય
૯૧ છતાં કેટલાક અગત્યના અને માર્ગદર્શક બનાવ સંબંધી આપણે સારી બાતમી મેળવી શકીએ તેમ છે. પૃથ્વી (સંગીન) ઘનરૂપમાં ક્યારે આવી તેઆ ઘનરૂપમાં આવ્યા પછી હવા અને પાણીની વાસ્તવિક પરિસ્થિતિ પ્રાપ્ત થયા પછી*નવા સ્તર અને પાષાણ ક્યારે બંધાવા લાગ્યા તે; ત્યાર પછી પ્રાણીની જીંદગીની શરૂઆત ક્યારે થઈ તે; અને એવા બીજા અગત્યના બનાવો કયારે બન્યા એનો નિર્ણય થાય, તે પૃથ્વીની ઉંમરને નિર્ણય કર્યો એમ કહી શકાય. આ સર્વ રીતોમાં કાળના નિર્ણય માટે સમય કરે અને અબજો વર્ષને ગણવો પડશે. તેથી બહુ આશ્ચર્ય પામવાનું નથી; મનુષ્યના ઈતિહાસમાં ઘણે ખરે હિસાબ સૈકાં અને શતકથી થાય છે, પરંતુ મનુષ્યનાં સો વર્ષના આયુષ્યના પ્રમાણમાં શાશ્વત ગણાતાં પૃથ્વી, સૂર્ય ને ચંદ્ર જેવા વિરાટ વિભૂતિના વયની લાખો અને કરોડો વર્ષોમાં ગણના થાય એ સ્વાભાવિક છે. આ રીતે વયની કલ્પના કરવામાં અનેક પ્રયત્નો થયા છે, પરંતુ એ સર્વ ગણતરીમાં પણ કડો વર્ષને ફેર આવે છે. એ ગણતરી વારંવાર વધુ મજબુત પુરાવા ઉપરથી ફરી કરવામાં આવે છે. આ સર્વ ગણતરીમાં ઘણું તથ્ય છે એમ જરૂર લાગશે.
ઠંડી પડેલી પૃથ્વી ઉપર જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી જમીનના પટ ધેવાતાં જાય છે, અને દર વર્ષે માટી અને પથ્થરનો અબજ ટન જો સમુદ્રની અંદર ઘસડાય છે. એ પાણીમાં દ્રાવણરૂપે અનેક ક્ષારે પણ સમુદ્રમાં જઈને ભળે છે. એમાંથી ઘણા ખરા ક્ષારોનું રૂપાન્તર થાય છે. કેટલાક ક્ષારોને સમુદ્રનાં પ્રાણીઓ પોતાના આહારમાં લે છે. પરંતુ સાદું મીઠું (Sodium chloride) જેમનું તેમ રહે છે, એટલે અગલ્ય મુનિએ સમુદ્ર ખારે કર્યો એ કલ્પના જવા દઈએ તે દર વર્ષે જમીનની સપાટી ઉપરથી ઘસડાતાં મીઠાં વડે જ સમુદ્ર ખારો થયો હશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com