________________
૮૮
પૃથ્વીને ઈતિહાસ પ્રમાણમાં ઉંચે આવતી જાય છે. ન્યુફાઉન્ડલેન્ડ અને લાબાડરની જમીન નીચે ઉતરતી જાય છે. કાઠીઆવાડનો કેટલેક કિનારો પણ ઘણા અર્વાચીન સમયમાં ઉંચે આવેલો માલમ પડે છે. મુંબઈની નજીક લગભગ વીસેક ફુટની ઉંડાઈએ એક મોટું જંગલ દટાઈ ગયેલું હોવાનું માલુમ પડ્યું છે. ઉષ્ણકટીબંધમાં આવેલા સમુદ્રમાં કેટલીક જગ્યાએ જમીન ૨૦થી ૮૦ ફુટ ઉચે નીકળી આવે છે. સમુદ્રની નીચે ઘણી ઉંડાઈએ બંધાએલા ચાકના ખડક પણ આજ રીતે કાળક્રમે ઉપસી આવે છે.
પૃથ્વીના કદ અને ઘન પડનું પ્રમાણુ બતાવતી આકૃતિ
ઉપરની આકૃતિમાં પૃથ્વીના કદના પ્રમાણમાં ઉપરની ઘન સપાટી કેટલી સૂમ છે એ બતાવવામાં આવ્યું છે. ઉપરનું ધન પડ ૨૦ માઈલ જાડાઈનું છે અને આખી પૃથ્વીના કદને વર્તુલથી દર્શાવતાં એ પડની જાડાઈ કાળી લીટી જેટલી જ છે. એ પડની નીચે ૭૦ માઈલ જાડું (plastic) પડ આવેલું છે. એ સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com