________________
ભરૂર પડેનું સ્થિતિ પરિવર્તન માળા સુધી વિસ્તરેલું હતું. આરાવલીથી ઉત્તર તરફને ભાગ અને ખાસ કરીને બલુચિસ્તાન, કાશ્મીર, રાજપુતાનાના રેતાળ મેદાન, હિમાલય અને એની તળેટીને પ્રદેશ ભૂસ્તર સમયના પ્રાથમિક યુગમાં સમુદ્ર નીચે ડૂબેલે હતા. એ સમુદ્ર પશ્ચિમે યુરોપના ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાએલું હશે અને પૂર્વે પેસીફીક મહાસાગર સાથે મળેલો હશે, એમ માનવામાં આવે છે. દક્ષિણનો દ્વીપકલ્પ એ વખતે આફ્રિકા સાથે સંધાએલે હશે, એમ ધારવામાં આવે છે. દક્ષિણનાં પડમાં જવાળામુખી વડે ઉદ્ભવેલી ડક્કન ટ્રેપની ભૂમિ તૈયાર થઈ રહ્યા પછી એક કાળ એવો આવ્યો કે જ્યારે ઉત્તર તરફના સમુદ્ર નીચે ઢંકાએલા પ્રદેશમાં મહાન ધરતીકંપ થવા લાગ્યા અને એ સાથે જ એ પ્રદેશ ઉચે આવવા લાગ્યો. ખાસ કરીને ટિબેટ તરફના એશીઆની ભૂમિના સમાન્તર દબાણથી હિમાલય આવેલું છે ત્યાંને નબળાઈવાળા ભાગમાં બેવડાઈ જઈ ઉપસવા લાગ્યો. હિમાલયના પ્રદેશનું આટલું બધું ઉંચા થવાનું કારણ કંઈક અંશે દક્ષિણના જવાળામુખીના ટ્રેપથી બંધાએલા પ્રદેશની કઠણાઈ પણ છે. કારણ કે પ્રદેશનો લાગ મળતાં ઉત્તર તરફનો પિચ પ્રદેશ ઉપસી આવ્યો અને જમીનનાં પડ ઠેકઠેકાણે વળી જઈ તૂટી ગયાં. આમ એક કાળે સમુદ્રની સપાટી નીચેનો પ્રદેશ જગતની કોઈ પણ ઉચ્ચ ભૂમિથી વધુ ઉચે ચડ્યો. એ કાળના સમુદ્રના અવશેષો હિમાલયમાંથી અને બીજા પ્રદેશમાંથી મળી આવે છે.
જમીનનાં ઘણાખરાં પડે મુખ્યત્વે જળચર વર્ગના છે. સમુદ્રની અંદર કિનારા નજીક બંધાતો પડે જમીનમાંથી ઘસડાઈ આવતાં દ્રવ્ય વડે તૈયાર થાય છે. આથી પ્રથમ ક્ષિતિજસમસૂત્ર (સમતળ) અગર તો બહુ જ ઓછા ઢોળાવવાળાં પડ તૈયાર થતાં હોવાં જોઈએ. જ્યારે એ પડ ઉપસીને સમુદ્રની સપાટી ઉપર આવે છે ત્યારે એમાં અત્યારે માલમ પડતી સપાટીની અસમાનતા ન જ હોવી જોઈએ. પર્વત, ખીણ, નદીનાળાં વગેરે અસમાનતા ખાસ કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com