________________
ધરતીકંપ ૧૮૨૨ ના ચીલીના ધરતીકંપ વખતે ત્યાંને કિનારે ૩થી૪ કુટ ઊંચે આવ્યો હતો. ૧૭૬રના બંગાળના ધરતીકંપ વખતે ચીત્તોંગ નજીક ૬૦ ચોરસ માઈલ કિનારે એકદમ સમુદ્રની સપાટી નીચે ઉતરી ગયો હતો. મીસીસીપીના તળમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપથી મહાન ફેરફાર થયા હતા. કેટલેક ઠેકાણે એકાએક જમીન નીચે ઉતરી સરોવર રૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઝાડની ટોચ પાણું ઉપર દેખાતી રહી ગઈ હતી. આ પ્રમાણે ધરતીકંપથી પણ જમીનના પડમાં વારંવાર ઉથલપાથલ થયાં કરે છે અને જમીનના પડની નવીન રચના થાય છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com