________________
ઉપપદ્યાત.
કારણવિના કાઇ પ્રવૃત્તિ સંભવતી નથી. આપણે પાણી પીએ છીએ શા માટે? આપણને પ્યાસ લાગે છે, શરીરમાં રહેલા રસ અને ધાતુઓ પાણી માગી લે છે તે માટે, ભાજન જમીએ છીએ શા માટે? આપણને ભૂખ લાગે છે, શરીરના નિત્યના ઘસારાને ખારાકથી પૂરવાની અગત્ય છે તે માટે, નિત્ય છ સાત કલાક પ્રશાંત રીતે નિદ્રા લઇએ છીએ શા વાસ્તે? એટલાજ માટે કે શરીરના શ્રમિત તંતુકણા તેમ કરવાની-વિશ્રાંતિ લેવાની આપણને ક્જ પાડે છે. તુરત સવ પ્રસંગોમાં તે તે લાગણીઓનું જ્ઞાતા મન આપણને તે તેના અનુભવ કરાવી તે તે પ્રવૃત્તિમાં નિયેાજે છે અને અવિલ એ આપણે તે કરવીજ પડે છે; કેમકે નહિ તે! આપણે ભૂખથી, તરશથી, થાકથી, ઉજાગરાથી પીડાઇએ છીએ. શરીરની આ સહુ થતી પ્રવૃત્તિ આપણને જરા પણ અસ્વાભાવિક લાગતી નથી અને આપણે તે આચરીએ છીએ, ઇંદ્રિયાના વિષયા પ્રતિ જીવે! આકર્ષાઈ તદ્ વિષયક ભાગ વિલાસાદિ ચેષ્ટામાં જોડાય છે અને એ પણ તેઓને પ્રકૃત જણાય છે. તે પ્રશ્ન કરવામાં આવે છે કે મુમુક્ષતા મેાક્ષ તેમાં પ્રીતિ એ પ્રમાણે સહુની થાય છે ખરી? નહિજ શા માટે? ખાવું, પીવું, ઉંધવું, ઇત્યાદિ આપણને અપ્રકૃત જણાતાં નથી અને કરીએ છીએ. શુ મુમુક્ષતા એ અપ્રકૃત છે? શું માનવ જન્મની ખાવું, પીવુ, ઊંધવુ, ઇંદ્રિયાદિની વિલાસાદ ચેષ્ટા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com