________________
४७ પણ તે તેમની પ્રતિમાના રૂપે છે. તે સાક્ષાત પ્રભુ નહિ પણ પ્રભુની પ્રતિમા છે એવું આપણું દષ્ટિમાં ભાન રહે છે. આ પ્રેમ છે પણ ભેદ બુદ્ધિવાળો પ્રેમ છે. આપણને કેઈ આવી ખબર આપે કે તીર્થંકર મહારાજ અમુક વનખંડમાં આવી સમોસર્યા છે તે એ વાત સાંભળી આપણે એટલા બધા આનંદના આવેશમાં આવી જઈશું કે ગમે તેવે વ્યવસાય, ગમે તેવું કાર્ય, ગમે તેવી પ્રવૃત્તિ છેડીને પણ તરત ત્યાં ઉલટભેર દોડયા જઈશુ. આજ પ્રેમ એ તીર્થકર મહારાજની પ્રતિમામાં ઉપજે ત્યારે જ એ પ્રેમ, એ અભેદ પ્રેમ, એ યજન, એ પૂજન આપણને મેક્ષનું સાધક બની શકે.
વ્યવહાર પણ પ્રેમથી જ મંડિત છે.
વ્યવહાર પણ પ્રેમથીજ મંડિત છે. પુત્ર પિતામાતાની આજ્ઞા પાળે છે, સ્ત્રી સ્વામી સેવાભિમુખ વૃત્તિ ધરી રહે છે, રાજા પ્રજાના હિતમાં તત્પર રહે છે, પ્રજા રાજાનો યશ, કીતિ, કલ્યાણ ઈચ્છે છે, રાજાની વફાદારી ઉઠાવે છે, સમાજ સમાજના આગેવાનની આમન્યા ઉઠાવે છે, આગેવાન સમાજનું હિત મનમાં ધરાવે છે, નેકર શેઠની પરિચય ઉઠાવે છે, શેઠ તેના ઉપર પ્રસન્ન રહે છે, એક દેશ બીજા દેશથી વ્યવહરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com