________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. વ્યભિચાર, પ્રતારણા, તાછિલ્ય ઈત્યાદિ પ્રવૃત્તિઓ છે પણ તે અશુભ પ્રવૃત્તિઓ છે. તેમાંથી નિવૃત્તિ, શિષ્ટ કહી ગયા છે. એ પુનઃ પુનઃ પ્રકારતરે કહેવાયું છે. તેમાં જતાં વિભાવને તેથી ઉલટી શુભ પ્રવૃત્તિમાં વાળવા પ્રવૃત્તિ સેવવી એજ તેને હેતુ છે. યથાર્થ વિવેક જ્યાં સૂધિ થતું નથી. ત્યાં સૂધી અયથાર્થ—અશુભ પ્રવૃત્તિ છૂટતી નથી, યથાર્થમાં પ્રવૃત્તિ થતી નથી. જગતમાં જે કોઈ આશ્ચર્યમાં ચકિત કરી નાખે એવી કશી વાત હોય તે, એજ હોય એમ જણાય છે કે, પ્રાયે આ પા૫ છે, એમ મનુષ્ય સમજે છે; છતાં તે મકી શકતો નથી, અને અમુક ઉત્તમ-શુભ છે, એમ સમજે છે, તે છતાં તેમાં જોડાતું નથી. અહીં વિભાવની સાથે અનાદિ બંધાતા સંસ્કારોજ કારણ રૂપ થાય છે. વ્યવહાર–પ્રવૃત્તિ નિશ્ચય થવા દેતા નથી. અને તેથી ક્ષણે ક્ષણે મનુષ્ય શુભાશુભમાં ડોલતે પ્રવૃત્ત રહે છે. અહિં સંસ્કારનો પ્રતિકાર નૂતન સંસ્કાર હોવાથી, શુભને આદર અને અશુભના નિરાદર માટે નિરોધના બળને કેળવવું એ હાથમાં છે.
अनिग्रहित मनाविदधत्परां; न वपुषा वचसा चशुभक्रियां, गुणमुपैती विराधनया नया, बत दुरंत भवभ्रम मंचति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com