________________
અધિકારી થતા પૂર્વે ગૌણાધિકારીઓ, મધ્યમાધિકારીઓ, જેઓ મોક્ષના પ્રેમને પિતાને પ્રીતિ વિષયક પ્રેમ ન કરી શકે તેઓને માટે પ્રથમ વિશુદ્ધ દાંપત્ય પ્રેમનું મંડન કર્યું છે અને તે પ્રેમ પણ પરિણામે તેના સાધક દંપતીને મેક્ષને સાધક નીવડે છે એ રાજુલ નેમનાથના ભવાંતરથી ચાલ્યા આવતા આત્મિક પ્રેમનું કથન કરી યથાશક્ય પ્રતિપાદન કર્યું છે.
પુરાણકાર વ્યાસે ગોપાંગનાઓને કૃષ્ણ પ્રત્યે અધ્યાત્મ પ્રેમજ જણાવ્યો છે, અને ગોપાંગનાઓને મેક્ષની પરમ અધિકારી–મુકતજ વર્ણવેલી છે. પંડિતે વદે છે કે શાસ્ત્રીય વાતના માત્ર વાચ્યાર્થજ
સ્કૂલ રીયે અવલકાય છે અને વ્યાસ, પ્રેમાનંદ, દયારામ, ઈત્યાદિઓએ ગે પાંગનાઓને શ્રી કૃષ્ણ પ્રત્યે વર્ણવેલ પ્રેમ વિષયી, નિંદનીય પ્રેમ પ્રાકૃત મનુષ્ય અવલેકે છે અને કૃષ્ણ પ્રત્યે પરદાર લંપટ ઈત્યાદિ કલંક અને આક્ષેપ મૂકે છે. ગમે તે હે આપણે તે તકરારી વિષયને બાજુ ઉપર મૂકી તેઓના કબજામાં રહેલા રહસ્વાર્થનું કેવી રીતે વિકાને તારણ કાઢે છે તે અવલોકીએ. તેઓ એમ કહે છે કે ભલે કૃષ્ણને તેમજ પતિએને તરછોડી તેના પ્રત્યે જતી પાંગનાઓને પ્રાકૃત અને વ્યભિચારી પાત્રો માને, પણ કોઈ ઠેકાણે વ્યાસે રોપાંગનાઓના મુખમાં અમારા યાર, અમારા આશક એવો અર્થ થાય, એવા શબ્દો વ્યવહરાવ્યા નથી. રાસમંડળની રાત્રીએ કૃષ્ણના વેણુનાદથી આકર્ષિત બનેલી ગોપાંગનાઓ તેના પ્રત્યે દેડી આવી છે તે વખતે તેઓની પોતાના પ્રત્યે અચલ ભક્તિ નિષ્ટા પ્રેમ-નિષ્ટની પરીક્ષા લેવા કૃષ્ણ અંતર્ધાન થયા તે વખતે
પાંગનાઓએ પ્રશસ્ત રીતે આવા જ શબ્દો ઉચ્ચાર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com