________________
તને લક્ષ્ય છે. એ સિદ્ધાંત તે ફલાસક્તિ રહિત-યથાપ્રાપ્ત પ્રવૃત્તિને નિર્વાહ કહી શકાય.
નુતન એવી વસ્તુ-વિષય તે કાંઇજ છે નહિ. અનંત એવી નિસર્ગની કળામાં સર્વ કાંઈ સંગ્રહિત અને સ્થાપિત રૂપે રહેલ્જ છે. માત્ર જે જે કાળે વિચારક હદયમાં એ નિસર્ગના પડદામાં અગમ્ય રૂપે રહેલા તત્વરહસ્યને મનનશીલને દીર્ઘમનનના પરિણામે સાક્ષાત્કાર થાય છે, ત્યારે ત્યારે તે પોતાને સૂજેલા એ વિવેકને લોકહિતાર્થે જનપ્રભૃતિ સમક્ષ મૂકી દે છે. અને લેકે પિત પિતાની રૂચી અનુસાર તેમાંથી તત્તને ગ્રહણ કરે છે. આને નૂતન કહેવાતું હોય તો ભલે. | નિવૃત્તિ માર્ગ (પેસીમીઝમ) ના સંબંધમાં અનેક વિદ્વાનોના લેખે છે તેમાં આ પણ એક ઉમેરાયો એથી કાંઈ અધિકતા? આવો આક્ષેપ કરતાં પહેલાં હું મારા વાચકેને તેમાં યથાર્થ પ્રવેશ કરવા સૂચવું છું અને તેમ કરતાં તેમને જણાશે કે તેના અંતિમ નિર્ણયને માટે એ કાંક વિશેષ હોઈ શકે. પછી એને દીર્ઘ મનનનું પરિણામ કહે, શાસ્ત્રના નિરીક્ષણને–વાંચનને પરિપાક કહે, કિંવા સર્વ વિદ્વાનોના તત્સંબંધી નિશ્ચયને એક નિર્ણય કહે, ગમે તે કહો.
આ એક અબાધ સિદ્ધાંત છે કે પરમ સત્ય સર્વદા એકજ હોય છે અને તેને અનુભવ પણ એકજ રૂપે મનનશીલે તે થાય છે. આમ થવાથી અમુક સિદ્ધાંતમાં પરસ્પર વિચાર સામ્યતાથી, અમુકના અનુકરણરૂપ અમુક પ્રસ્તાવ છે, એવો આક્ષેપઉતાવળીઓ અભિપ્રાય બાંધવા કેટલાકની પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com