SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા ક: ૫૬ :: - - - - ૧૪ ૪ - ૭૭. સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણુકી મયા–દયા, રહેમ, જયણા અને અહિંસા એકાઈ રૂપ છે. દયા જગતવત્સલા જનની (માતા) છે. દુનિયામાં જે દેવ, માનવ કે પશુ પર્યત સુખ પ્રતીત થાય છે તે દયાને જ પ્રતાપ છે. દયાને મહિમા અચિંત્ય અપાર છે, દયા જ ઈદ્રનાં, ચકવતીનાં કે એવાં જ ઉત્તમ અહિક સુખ આપે છે, અને પ્રાંતે દયા જ આત્માને શાશ્વત સુખને ભક્તા બનાવે છે. દેહ લક્ષ્મી પ્રમુખ જડ વસ્તુ ઉપરને મેહ તજી પરમ દયાળુ શ્રી વીર પરમાત્માનાં પવિત્ર વચનાનુસારે નિઃસ્વાર્થપણે અહિંસા ધર્મનું આચરણ કરવા જે જે સઉદ્યમ સેવવામાં આવે છે તે મહાકલ્યાણકારી થાય છે. જગના જીવે છે જે સુખશાંતિનો અનુભવ કરે છે તે તે પૂર્વજન્મમાં આચરેલા અહિંસા ધર્મનું જ ઉત્તમ ફળ સમજવું. તેવી જ રીતે વર્તમાન કાલમાં અહિંસા ધર્મને સાક્ષાત્ સેવે છે અને ભવિષ્યકાળમાં જે તેની સેવા કરશે તે સવે અહિંસા ધર્મના પસાથે સંસારમાં પણ પ્રગટ સુખ અનુભવી અનુકમે અક્ષયસુખના ભોક્તા થઈ શકશે આવી રીતે સર્વ પ્રકારનાં સુખને પ્રગટ કરનારી, તેનું પાલનપોષણ કરનારી અને એકાંત અમૃત વૃષ્ટિને કરનારી જગદંબા જનની અહિંસા જ છે. એમ સમજી સુખના અથી સકળ જનેએ તેનું જ આરાધન કરવા અહોનિશ ઉજમાળ રહેવું. તેનું કદાપિ પણ કુપુત્રની પેરે વિરાધન તે કરવું જ નહિ. જે ઉક્ત માર્ગને ઉદ્ઘઘશે નહીં તે અવશ્ય સુખી થશે. ૭૮. પાલન કરતા પિતા તે કહિયે, તે તે ધર્મ ચિત્ત સહિ–જે આપણું પાલનપોષણ કરે છે તે પિતા કહેવાય છે. તે તે એક ભવઆશ્રી જ પ્રાયઃ હોય છે, પણ જે આપણને ભવભવમાં નિવાજે, આપણું સમીહિત સાધે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 0 થશે.
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy