________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: 45 ::
જ્યાં ત્યાં લજ્જા વિવેક રહિત રખડતાં દેખી તેમની પાપી વૃત્તિ લેાકના કળવામાં આવી જાય છે, અને તેથી કામાંધ અનેલ સ્ત્રી પુરુષ પેાતાની આબરૂ ગુમાવે છે. વળી કુળખાંપણ, કુળઅ ંગારક વિગેરે ઉપનામ પણ પામે છે. વિવિધ પ્રકારના ચાંદી, પ્રમેહ પ્રમુખ ભયંકર વ્યાધિમાં સપડાઇ જાય છે, અને પ્રાંતે નરકાદિક દુર્ગતિ પામે છે; તેથી સકળ સ્ત્રી પુરુષાને ઉચિત છે કે અધિક વિષયલાલસા તજી પતિ કે સ્વદારાસતાષી જ થવું. એ વાત ગૃહસ્થઆશ્રી કહી, સાધુઆશ્રી તે તેમને સ્ત્રીસંગતિ સર્વથા ત્યાજય હાય છે; કેમકે સ્ત્રીપરિચયથી વિષયવાસના જાગૃત થાય છે, અને પરિણામે વ્રતભંગ, લેાકાપવાદ અને નીચ ગતિરૂપ વિપાક ભેગવવા પડે છે.
૬૯. ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ છીજે, ઋણુ વિધ જાણી મમત કહા કીજે, ચપળા તિમ ચચળ ધન ધામ—ચપલા એટલે વિજળી તે ક્ષણવારમાં અદૃશ્ય થઈ જાય છે, કેમકે તેના સ્વભાવ જ ચપળ છે; તેમ મનુષ્યનું આયુષ્ય અને લક્ષ્મી પણ ચપળ છે, એટલે આયુષ્ય કે લક્ષ્મી નષ્ટ થતાં વાર લાગતી નથી. જેમ વાયર લાગવાથી ઝાડનાં પાન ખરી પડે છે અને અંજલિમાં રહેલુ અલ્પ જળ જેમ તરત ટપકી જાય છે. તેમ આયુષ્ય અને લક્ષ્મી પણ કારમા છે, તેમને અત આવતાં વાર લાગતી નથી. એમ સ્વમુધ્ધિથી સમજ્યા છતાં સંસારની ખેાટી માયામાં કેમ મુંઝાય છે? પરવસ્તુમાં ખેાટી મમતા કરવાથી જ દુખી થાય છે, અને પેાતાનું ખરૂં સ્વરૂપ તથા ખરું કર્તવ્ય ભૂલી જઈ ખરા સુખથી વંચિત રહે છે. એટલી જ મમતા જો પેાતાના જ્ઞાન દર્શન ચારિ ત્રાદિક આત્મગુણુમાં જ રાખવામાં આવે અને નિર્મળ સ્ફટિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com