________________
:: ૨૧ ::
પ્રશ્નોતરરત્નમાળા
-~~~~~~~~~~~~~~
મિથ્યાત્વ અનાદિ કુસંગયેગે પ્રભવેલું છે, તેને રોધ કરવા આત્માથી જનોએ સુસંગ સજવા સાવધાન થવું ઘટે છે. મહાસમર્થ જ્ઞાની પુરુષના નિષ્પક્ષપાતી વચન ઉપર પૂરતા વિશ્વાસ વિના તે અનાદિ અનંત રેગ ટળવાનો નથી, અને અનંત અવ્યાબાધ અક્ષયસુખ થવાનું નથી.
૨૬. મિયાદગ દુઃખ હેત અબોધ-જેથી મિથ્યાત્વજન્ય અનંત અપાર દુઃખ ઉપજે તેજ અબોધ યા અજ્ઞાન છે. મિથ્યાત્વ એ મહાશલ્ય, મહાવિષ, મહાવ્યાધિ અને મહાદુઃખરૂપ છે, જે તેની મહાવ્યથાને ન મટાડે તે જ્ઞાન જ નહી કિંતુ અજ્ઞાન જ સમજવું. જે પોતે જ પૂર્વોક્ત મિથ્થામતિથી મિથ્યા વાસના થી ભરેલા છે તે બાપડા પરના મિથ્યાત્વને શી રીતે મટાવી શકે? જે પિતે જ ભદધિમાં અનેક ડુબતા હોય તે બીજાને શી રીતે તારી શકે? જેમને પિતાને જ સમ્યગુદર્શન-સમ્યક્ત્વ પ્રગટયું નથી તે બીજા અથી જનેને શી રીતે સમ્યગુદર્શન પ્રગટાવી શકે? જે તે જ નિરંતર નિર્ધન-દુઃખી સ્થિતિમાં સબડ્યા કરે છે તે બીજાને શાશ્વત સધન સુખી સ્થિતિમાં શી રીતે મૂકી શકે? આથી જ મિથ્યાવાસના દૂર કરવા અંતઃકરણથી ઈચ્છતા હોય તેમણે એવા સમર્થ નિષ્પક્ષપાતી સંત-સુસાધુ જનની હિતશિક્ષા હૈયે ધરી, તેનું મનન કરી, સ્વઆચારવિચારમાં બનતે સુધારો કરવા મેદાને પડવું એ જ આત્માને એકાંત હિતકારી માર્ગ છે અને એ જ ઉપાદેય છે.
ર૭. આત્મહિત ચિંતા સુવિવેક–જેથી આત્માનું હિત. કલ્યાણ થઈ શકે એવું અંતરમાં સદા ય ચિંતવન લક્ષ્ય) બન્યું રહે તેજ સુવિવેક એટલે ખરો વિવેક છે. બાકીને વિવેક તે કેવળ કૃત્રિમ ય નકામે છે. આત્મા એ શી વસ્તુ છે? તેનું સ્વરૂપ શું છે? તેની કેટલી શક્તિ છે? તે કેમ ટંકાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com