SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરત્નમાળા :ઃ ૧૬ :: મનથી, વચનથી કે કાયાથી પ્રવૃત્તિ કરવી, કરાવવી કે અનુમોદવી એના જેવું બીજું પાપ–અન્યાયાચરણ શું હોઈ શકે? પરભવ જતાં જીવને પાપના વિપાક ભેગવવા પડે છે. પાપાચરણથી જ જીવને નરક તિર્યંચ ગતિમાં કડવાં દુઃખની કેટીએ ખમવી પડે છે. તેથી જ ભવભીરૂ જને તેવાં પાપાચરણથી સદંતર દૂર રહે છે. સહુને આત્મ સમાન લેખી કઈ જીવને કંઇ પણ પીડા ઉપજે તેવું કદાપિ તે કરતા કે કરાવતા નથી. જે પિતાને જ પ્રતિકૂળ-દુઃખકારી લાગે તે અખતરો પારકા ઉપર નજ અજમાવો જોઈએ. ઠંડા મગજથી સામાની સ્થિતિને વ્યાજબી વિચાર કરી લેવામાં આવે તે તેને પીડવાની ઈચ્છા થાય જ નહીં. વિવેક વિના મિથ્યા અહંતા અને મમતામાં મુંઝાઈ પરને પીડા ઉપજાવવા જીવ પ્રવૃત્ત થાય છે, અને વિવેકવડે સ્વપરનું યથાર્થ ભાન થતાં સ્વારને અહિતકારી માર્ગથી પાછો નિવતે છે. ક્ષમાવત વિવેકી જીવ જ અહિંસા ધર્મનું યથાર્થ પાલન કરે છે. ૧૭. આશ્રવ કર્મ આગમન ધારે–જેથી નવનવાં કર્મ આત્માને આવીને વળગે એટલે આત્મા સાથે શુભાશુભ કર્મનું મિશ્રણ થવાનાં જે કારણ તેને શાસ્ત્રમાં આશ્રવ કહેવામાં આવે છે. ઇંદ્રિયેના વિષયોનું સેવન, ક્રોધાદિક કષાયને વશ થવું, અવિરતિપણે રહેવું, મન, વચન તથા કાયાના વિચિત્ર વ્યાપાર કરવા, અને નવતરવપ્રકરણમાં કથન કરેલી પચીશ પ્રકારની ક્રિયાનું સેવન કરવું. એવડે શુભાશુભ કર્મનું આવાગમન થાય છે. ૧૮. સંવર તાસ વિધ વિચારે–ઉપર કહેલા આશ્રવને અટકાવવા એટલે, ઉપર જણાવેલી વિવિધ કરણીવડે આમા સાથે મિશ્રણ થતાં શુભાશુભ કર્મને રેકવાં તે સંવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy