________________
જ પ્રકાશિત કરવામાં આવી છે. એટલું જ નહીં પણ સભાના “શ્રી જૈન ધર્મ પ્રકાશ' માસિકના ગ્રાહકોને પણ આ બુક ભેટ આપવાનો નિર્ણય કરેલ છે.
આ બુકની ઉપયોગિતા તે બુકના વિધ્યોમાં રસ ધરાવનાર વાંચક બંધુઓ જ સમજી શકે તેમ છે, છતાં એટલું તે કહેવું ઉચિત લાગે છે કે બુકના વાંચનથી જુદી જુદી અનેક બાબતમાં ઓછા કે વત્તા પ્રમાણમાં નવું નવું જાણવાનું મળે તેમ હોવાથી આ બુક અપ જેને ઉપયોગી થઈ પડશે એમ હું માનું છું.
આ બુકના સંગ્રહમાં જ્ઞાની અથવા તે જાણકાર મહાશયને કેટલીક ન્યૂનતા પણ જણાશે. આ માટે ઉદારદિલ સજજનો મધ્યસ્થભાવે જે જે ન્યૂનતાઓ લાગે તે મને જણાવશે તે તે પ્રમાણમાં વિશેષ જાણ વાનું મળતાં તેઓનો ઉપકાર માનીશ.
અંતમાં આ બુક છપાવવા અંગે પત્રવ્યવહારમાં સલાહ-સૂચના આપી માર્ગદર્શન કરાવેલ છે તેમ જ બુકનું પ્રકાશન બાહ્યાંતર સુંદર બને તે માટેની તમામ વ્યવસ્થામાં જે સુંદર ફાળો આપેલ છે તે માટે સભાના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી તથા ઍ. સે. શ્રીયુત દીપચંદભાઇ જીવણલાલને કેમ ભૂલાય? હું તે માટે તેમનો પણ અંતઃકરણથી આભાર માન્યા સિવાય રહી શકતા નથી. પ્રથમ આપીઠ | અવેરચંદ છગનલાલ સુરવાડાવાળા સં. ૨૦૦૬
સભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com