________________
[૪] વાંચન, શ્રવણ અને વિચારણામાં અમુક અમુક પ્રસંગે મને કેટલીક વાર શંકાઓ પેદા થતી અને તેની નોંધ કરી લેતો. પછી અમુક સંખ્યામાં અમુક અમુક સમયના અંતરે પ્રશ્નોના રૂપમાં લખી પત્રદ્વારા પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ મહારાજને પૂછી જવાબ મેળવી લેતો અને કઈવાર પ્રત્યક્ષ સમાગમનો લાભ મળતાં રૂબરૂમાં પણ મેળવી લેતે.
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિના પ્રશ્નોત્તરોમાં અમુક સંખ્યાના પ્રશ્નોત્તરે “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા, કેટલાક અપ્રસિદ્ધ પણ હતા. આમાંથી એકાતર પ્રશ્નોત્તરો એકત્રિત કરીને આ બુકની શઆતના પૃષ્ટ ૧ થી પૃ ૧૯ સુધીમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમુક સાલથી અમારે ત્યાં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થતું “શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક આવતું. તેમાં જુદા જુદા પ્રશ્નકાના જુદા જુદા વિષયો ઉપરના પ્રશ્નને આવતા, બધાયના ઉત્તરો સદ્દગત મુરબ્બી શ્રી કુંવરજીભાઈ આપતા. આ પ્રશ્નોત્તરે વાંચતાં ઘણું નવું નવું જાણવાનું મળતું અને અપૂર્વ આનંદ થતો.
પ્રશ્નોત્તર એ તે સ્વ. શ્રી કુંવરજીભાઈના જીવનને એક ખાસ વિષય થઈ પડ્યો હતો. આથી જુદા જુદા પ્રકારે વિના સંકોચે તેઓને પ્રશ્નો પૂછતા અને ઉત્તર મેળવી આત્મસંતોષ અનુભવતા. આથી શંકારૂપી નદીને પાર પામવાને મુરબ્બી શ્રી કુંવરજીભાઈ નાવ સમાન હતા એમ કહીએ તે તે અતિશયોકિત જેવું ન ગણાય. આથી અમુક સમયથી ઉપસ્થિત થતા અને શ્રી કુંવરજીભાઇને પણ પૂછવા શરૂ કરેલ અને તેઓના સભાવથી, ઉદારતાથી, શાસ્ત્રીય તેમ જ અનુભવજ્ઞાનથી જે જે ઉત્તરે મળતા તેથી જે સંતોષ અને આનંદ થતા તે આત્મગમ્ય છે. તેમના ઉત્તરે આ બુક્ના પૃષ્ઠ ૧૯ થી પૃઇ ૬૬ સુધીમાં આપવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સમયથી ઉપ િત અતિશયોકિતભાઈ નાવ