________________
: ૧૦ : પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્ન ૪૧ગુરુ મહારાજના વિયોગે શ્રાવક, શ્રાવિકા, પ્રતિક્રમણ સામાયિક આદિ ક્રિયામાં જે સ્થાપના કરે છે, તેમાં પુસ્તક અને નવકારવાળી બને જોઈએ કે એકલું પુસ્તક યા નવકારવાળીથી ચાલી શકે ?
ઉત્તરબનેમાંથી ગમે તે એક હોય તો ચાલી શકે; અને બને હોય તે વધારે સારું.
પ્રશ્ન કર—શાસ્ત્રમાં પ્રકાણ્યું છે કે જેને જ્યારે મોહનીય કર્મને ક્ષય થાય છે ત્યારે ક્ષાયિક સમ્યકત્વ ગુણ પ્રગટે છે, પણ શ્રેણિક મહારાજાને મોહિનીય કર્મ ક્ષય થયું નથી, છતાં ક્ષાયિક સમકિતી કહ્યા છે તેનું શું કારણ?
ઉત્તર–ઠે કર્મોનો ક્ષય થવાથી સિદ્ધ ભગવાનમાં આઠ ગુણો પેદા થાય છે અર્થાત સિદ્ધના આઠ ગુણેને લઈને એક એક કર્મની ગણત્રી કરાવેલી છે. મોહનીયના બે ભેદ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય; દર્શનમોહનીય ક્ષય થાય તે જ ક્ષાયિક સમ્યકત્વગુણુ પ્રગટે, અનંતાનુબંધી કષાયની ચોકડી અને સમકિતમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય, એ સાત પ્રકૃતિ ક્ષય થવાથી લાયક સમ્યકત્વ થાય છે.
પ્રશ્ન ૪૩–જેમ મનુષ્યને જન્મ મરણ છે તેમ દેવતાઓને ખરું કે નહિ ? નહિ તે તેઓ કેવી રીતે ઉપજતા હશે, અને મરણુ કેવી રીતે થતું હશે? તેમનું જે શરીર તેને મનુષ્યની પેઠે અગ્નિદાહ થત હશે કે નહિ? વળી દેવતાઓને માતા, પિતા, પુત્ર આદિ કુટુંબ ખરું કે નહિ ? તેમ જ દેવદેવીને સંબંધ (લગ્ન) મનુષ્યની માફક, ખરે કે નહિ ? તથા કઈ દેવીને દેવ (સ્વામી) પહેલાં કાળ કરી જાય, અગર કોઈ દેવની દેવી પહેલાં મૃત્યુ પામે તે પછી બીજા દેવ કે દેવી સાથે તેઓ સંબંધ બાંધતા હશે કે? વળી દેવતાઓ મનુષ્યની પેઠે આહારનિહાર કરતા હશે કે નહિ ? તેમ જ જે સ્થાનથી જે દેવનું મરણ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com