________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
आदरी । पछी एतला बोल लिखी करी श्रीलाहोरि तपानां श्रावकांनइ खरतरां भणी पूछिवानइ काजि मूंक्या, लाहोरमध्ये ते बोल किणही चा नहीं, पूछथा नहीं, इमजि लिख्या रह्या । पछी ते बोल आपणइ हाथि आव्या, परं ते बोल लिखितां द्वेषनइ वाह्यइ घणा असंबद्ध बोल लिख्या छइ, ते बोल न लिखायइ । हिवइ श्रीजिनचन्द्रसूरि युगप्रधानजीनइ आदेशइ प्राचार्य श्रीजिनसिंहसरिजीनई कथनि आपणइ काजि ऊतरसेती ते प्रश्नरा बोल लिखीयइ छीई ।।
ભાષા–શ્રી જેસલમેર નિવાસી શા. સૂજા વહોરાએ શ્રીઅમદાવાદમાં સંવત ૧૬૨૯ વર્ષ જેઠ સુદ ૫ ના રોજ અમારા ગુરૂ વાચનાચાર્ય શ્રીપ્રભેદમાણિકય ગણિના સમક્ષ અમારી પાસે ચર્ચા કરીને ૧૬ શ્રાવકે સાથે સમજીને મહામહોત્સવે શ્રીજિનપ્રતિમા જુહારી (વાંદી), ત્યાર બાદ ૪૮ બેલ ખરતરસામાચારીના સર્વ ગચ્છના ગીતાર્થ યતિયોને સિદ્ધાંત ન્યાયે પૂછી અને ચર્ચા કરી ઋષિ મેઘજી આદિ લૂંકાના ૨૮ યતિઓ સાથે ખરતર ગચ્છની સામાચારી સર્વ શાસ્ત્રસંમત જાણું આદરતાં થકાં લૂંકા ઋષિ મેઘજીને પિથાને મામલે (પુસ્તકની બાબત) લૂ કાના ૩૫ શ્રાવકો સાથે ઝગડા કરવા નિમિત્તે તપાઓએ ઝગડાના બોલ (મેઘજીની ઇચ્છાનુકૂળ મદદ કરવા આદિ બાબત) કબૂલ કરતાં શ્રી ખરતર સંધનાયક સત્યવાદી શ્રીસારંગધર મુહંતાએ નિષેધવાથી ઋષિ મેઘજી ૨૮ ઠાણું તપામાં ગયા, પછી ૧૬ શ્રાવકે સાથે ખરતર ગ૭ની સામાચારી સૂજા વહેરાએ આદરી ) હવે તે સૂજા વહેરાના પુત્ર રાજસી, તેણે પણ ચર્ચા કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com