________________
અવરૂપને શોધવાના સ્વાત્મ પુરુષાર્થને પ્રારંભ
આ એક લઘુગ્રંથ રચવાને હેતુ સુષુપ્ત જિજ્ઞાસાવૃત્તિને સબળ બનાવવા તેમજ સંતોષવા માટે જ છે. વિ. સં. ૨૦૧૮ના અમદાવાદ ચાતુર્માસ સમયે ઉપરોકત વિચાર ઉદ્ભવ્ય અને તેમાં અનુકૂળતાને સાથ ભળવાથી તે પ્રયત્ન શીધ્ર સફળ બની શકયે.
આ લઘુગ્રંથની રચનાને ઉદ્દભવ, કેટલાયે ધર્મપ્રેમી જિજ્ઞાસુ ભાઈએ પત્ર દ્વારા વારંવાર જે પ્રશ્ન પૂછાવતા, તેમાંથી થયે. પત્ર દ્વારા જે પ્રશ્નો સાંપડતા તે દરેકના યથાયોગ્ય ઉત્તર આપવાના રહે તે સ્વાભાવિક હતું. અપાતા ઉત્તરે અમદાવાદના જ્ઞાનપ્રિય સુશ્રાવક શ્રી હિંમતલાલભાઈ શાહ તથા શ્રી રમણલાલભાઈ
જીવરાજ શાહના વાંચવામાં આવતાં તેમને તે ઘણાજ ગમી ગયા અને તેના પરિણામસ્વરૂપ તે સર્વ પ્રશ્નોત્તરેને વ્યવસ્થિત સંગ્રહ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com