________________
પ્રશ્નપ્રદીપ
તેનો પ્રયત્ન ધીમે ધીમે અવશ્ય ભાવસાધુતા પ્રાપ્ત કરાવશે જ !
જેવી રીતે માર્ગની અજાણ કેઈ વ્યકિત માહિતી વિના ભલે પ્રવાસે નીકળેલ હોય, પરંતુ તેને હેતુ રખડવાને ન હેવાને કારણે ગમે તેમ કરીને માનું જ્ઞાન મેળવી વહેલે. મોડો પણ સ્થાન પર પહોંચશે જરૂર
એવી જ રીતે દ્રવ્યમુનિને ભલે ભાવસાધુતા પ્રગટી નથી તે પણ તેને હેતુ ભાવને પરિણમવાનો હોવાને કારણે, જેમ ઘડો બનવાને તૈયાર થયેલ માટીના પીંડને પણ દ્રવ્ય ઘડો કહેવાય છે, તેમ આવા મુનિને પણ દ્રવ્યમુનિ કહેવાય.
હવે માત્ર વેશસાધુ કોને કહેવાય તે આપના પ્રશ્નને ઉત્તર સાંભળો. જેને પિતાના દોષને દાહ નથી, ગુણ પ્રાપ્ત કરવાનો કોઈ ઉત્સાહ નથી, બોલવા ચાલવાની કંઈક તાલીમ મેળવી હોય તો શાસન પ્રભાવક થવાને બદલે જાત પ્રભાવક બનવા માંડે. ટૂંકમાં કહીએ તે પ્રપંચ કરે એ જ જેનું લક્ષ છે તેને વેશમુનિ કહેવાય, દ્રવ્યમુનિ ન કહેવાય. ૧૩
(૧૦) ઉત્તમ ચારિત્ર અસાર કયારે બને?
પ્રશ્ન પ૯ :- ધર્મની સત્ય સ્વરૂપતાની ખાતરી કેવી. રીતે કરવી?
ઉત્તરઃ- કોઈ પણ વસ્તુની સત્યતાને આધાર તેના ઉત્પત્તિ સ્થાનની એગ્યતા પર અવલંબે છે. માખણ તાવીને તૈયાર કરેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com