________________
૭૨ ]
પ્રા. પૂ. સાહિત્યમાં વૃત્તરચના મૂલ્યમાં પરિવર્તન થાય છે; પરંતુ અક્ષરમેળ વૃત્તિ માત્રામૂલ્યમાં થતા પરિવર્તનને સહન કરી શકતા નથી. ભાષાએ અર્વાચીન સ્વરૂપ પકડયું હોય અથવા લહિયાએ ગમે તેવી જોડણુ કરી હોય, તે પણ શુદ્ધ વૃત્તબધ ભાષાનું ખરું સ્વરૂપ તરત પકડી આપે છે. ઉદાહરણ તરીકે, સત્તરમા શતકમાં લક્ષ્મીદાસકૃત “અમૃતપચીસીરસ’માંથી,
અમૃતરસપચીસી દાસ જે પ્રેમે ગાએ, અનેક સુખ તે પામે અંતે વૈકુંઠ જાએ, લલિતમધુરી વાણું સવે આનંદ થાઓ,
હરિભજ લખમીદાસા જાનકીનાથ રાય. એ માલિનીના ઉદાહરણમાં કાળાં કરેલાં સ્થાને છે - ભંગ થાય છે. આ જ કડીને મધ્યકાલીન ગૂજરાતીની ત્રીજી ભૂમિકામાં ફેરવી નાખીએ તો,
અમૃતરસપચીસી દાસ જે પ્રેમિ ગાએ, અનેક સુખ તિ પામેં અતિ વૈકુંઠ જાએ, લલિતમધુરી વાણી સર્વ આનંદ થાઓ,
હરિ ભજ લખમીદાસા જાનકીનાથ રાય. બીજી પંક્તિમાં “પામે રૂ૫ થી ભૂમિકાનું છે, પરંતુ “અંતિ'ની સાથે પામે રૂપ મળે છે, એ જ બતાવે છે કે “પામે'નું ઉચ્ચારણ પણ ઉત્તર ગૂજરાતનાં ગામડાંઓમાં થાય છે તેવું પામિરને મળતું હોવું જોઈએ. લક્ષ્મીદાસના એ જ કાવ્યમાંથી ઉતારેલી બીજી કડીમાંની
કમલયણ મૂકી કાંએ બીજું વિચારે એ પંક્તિમાં “કાંઓને ઉચ્ચાર કાંય થત હે જોઈએ, એ સ્પષ્ટ છે. “રૂપસુન્દરકથા'માંથી ઉતારેલ સમ્પરાની
“હે છે શું ગમે તે ચટચટ કરતા જાએ ફૂડ ભર્યા છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com