________________
૭૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાઓનું સ્થાન
આમ વિક્રમના ચૌદમા શતકથી ઓગણીસમા શતકના અંત સુધીની પ્રાપ્ત વૃત્તરચનાઓને પરિચય આપણે કરી ગયા. એ ઉપરથી જોઈ શકાશે કે ગુજરાતીમાં પણ, મરાઠીની જેમ, ઘણા પ્રાચીન કાળથી વૃત્તબદ્ધ કાવ્યરચના થતી આવી છે. ગુજરાતી સાહિત્યને મળેલો સંસ્કૃત વાભયનો એ વારસો છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં પણ એ વારસો ઓછાવત્તા પ્રમાણમાં સચવાયેલો છે. અર્થાત પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાનો ઉદ્ભવ આકસ્મિક રીતે નહિ, પરંતુ સતત ચાલતા આવેલા એક પ્રવાહના પરિણામરૂપે થયેલ છે.
પરંતુ સાથોસાથ એ કબૂલ કરવું જોઈએ કે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના ઝાઝી વ્યાપક નથી. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે પદ્યરચનાને આ પ્રકાર મુકાબલે પૂરત લોકપ્રિય થયો નહોતો. કાવ્ય વાચન કરતાં શ્રવણને વિષય વધુ અંશે હોઈ તેને સંગીતની સહાયની જરૂર હતી; વૃત્તામાં લખાયેલાં કાવ્ય બહુજનસમાજ સમજી શકે નહિ, એ પણ દેખીતું જ છે. પરિણામે, દૂહા, ચોપાઈ, છપ્પા જેવા માત્રામેળ છંદમાં રચાયેલી વાર્તાઓ અને પ્રબંધ કે દેશીઓમાં રચાયેલાં આખ્યાન, કાવ્યો અને રાસાઓને મુકાબલે વૃત્તબદ્ધ કાવ્યો જનતાનો ઝાઝે આવકાર પામી શક્યાં નહિ. ઉદાહરણ તરીકે, “રૂપસુન્દરકથા'ની એક માત્ર હાથપ્રત ફાર્બસ ગૂજરાતી સભાના સંગ્રહમાં જો સચવાઈ રહી ન હેત તો આજે આપણને ખબર પણ ન હોત કે આવું એક ઉત્કૃષ્ટ કાવ્ય અઢારમા સૈકામાં અસ્તિત્વમાં હતું. લાધ્યતા કે અશ્વાયતાને આમાં મુદ્દલ પ્રશ્ન નથી, પણ જે પ્રજા “રૂપસુન્દરકથા'ની એક માત્ર પ્રતિ અકસ્માત જાળવી રાખે છે અને પ્રેમાનંદનાં આખ્યાને કે શામળની વાર્તાઓની કૂડીબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com