________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૫૧
જીવાભટ્ટને બાલક શ્રીય કાહાન, રચ્યાં તેહનિં સુંદરિ કૃષ્ણગાન. આ પછી, મહાકવિ પ્રેમાનંદનાં કહેવાતાં “ભાર્કડેયપુરાણ', અષ્ટાવક્રાખ્યાન” તથા “દ્રૌપદીહરણ” એ કાવ્યોમાં તથા તેને નામે ચઢેલાં ત્રણ નાટકોમાં વૃત્તોને પ્રયોગ છૂટથી થયો છે, પરંતુ એ બધી કૃતિઓનું કતૃત્વ શંકાસ્પદ ગણવામાં આવ્યું છે, એટલે એ વિશે વધુ ચર્ચા અહીં અસ્થાને છે. પ્રેમાનંદનાં બીજાં કાવ્યમાં વૃત્તો કવચિત મળે છે, જેમકે “દશમસ્કન્ધમાં ભુજંગીનો પ્રયોગ છે, તેમ જ “રણયજ્ઞમાં પણ એક આખું કડવું ભુજંગીની ચાલમાં છે. પ્રેમાનંદ મુખ્યત્વે આખ્યાનકાર અને માણભટ્ટ હતો, એટલે તેની રચનાઓમાં વૃત્તરચનાની એાછ૫ કઈ રીતે આશ્ચર્યજનક નથી.
રણયજ્ઞ’ના પ્રસિદ્ધ ૧રમા કડવામાં પ્રયોજાયેલ ભુજંગીની ચાલમાંથી થોડાક નમૂન જોઈએ
મહારાજ લંકા તણો એમ ભાખે, નથી ભર્ણ થાનું લખ્યા લેખ પાખે; તારે મંન હું સુન્દરી નાથ ઘેલો, કીધે જ્ઞાન વિચાર મેં સર્વ પહેલ. એ છે રામ પરિબ્રહ્મ આનંદકારી, મુને મારવા માનુષી દેહ ધારી; જાણી જોઇને જાનકી હણું કીધું, ઘેલી નાર મેં મર્ણ માગીને લીધું. (કડી ૧-૨)
ન પામે એને પાર દાનવ દેવે, એને પામવા શિવ સમશાન સેવે; ધર્યું માનવીરૂપ તે મૂજ માટે, આવી શતર્યા રામ સમુદઘાટે. ધન્ય તાત મારે, ધન્ય ભાત મારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com