________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૭
(૨)
રવિકુલ રવિર રામ શ્રીરામ શ્યામ, ત્રિભુવનજનકઠે હાર શ્રી રામનામં; સુખદ સુખદ પ્રાણું બોલતાં રામનામ, હરિ ભજ લખમીદાણા રામ શ્રીરામનામં. નટવરવધુધારી બ્રહ્મ સાક્ષાત શ્યામં, અવનિ સુખદ સ્વામી, ગાપિકા પૂર્ણકામં; અધદુખમૃગ ત્રાસે, સંઘ શ્રીકૃષ્ણનામું,
હરિ ભજ લખમીદાશા કૃષ્ણ શ્રીકૃષ્ણ ધામ. (૨૧) અંત–
અમૃતરસપચીસી દાસ જે પ્રેમે ગાએ, અનેક સુખ તે પામે અંતે વૈકુંઠ જાએ; લલિત મધુરી વાણું સર્વ આનંદ થાઓ, હરિ ભજ લખમીદાશા જાનકીનાથ રાય.
આ “અમૃતરસપચીસી'ની અદલે અદલ ધાટી ઉપર લખાયેલું, એક જૈન યતિએ રચેલું “શૃંગારરૂપચીસી' નામનું કાવ્ય મુનિશ્રી જિનવિજ્યજી પાસે છે. એમાં માલિનીની પચીસ કડીઓમાં શંગારરસનું ગાન કવિએ કર્યું છે.
આ પછી ગોપાલભટ્ટકૃત “ફૂલાચરિત્ર'નામનું કાવ્ય આવે છે. મૂળ તે એ કાવ્ય “ભાષાચિય” નામના સળંગ ગ્રન્થને એક ભાગ માત્ર હોય એમ “ઇતિ શ્રીભાષાવૈચિત્ર્ય સ્ત્રીશિક્ષાપ્રકરણું સમાપ્તમ ” પ્રમાણેના ઉલ્લેખ ઉપરથી સમજાય છે. ૪૧ કડીના એ કાવ્યમાં ભુજંગી, શાલિની, માલિની, ઉપાતિ અને કુતવિલમ્બિતનો પ્રયાગ છે. કુલાં નામે એક કન્યાનું લગ્ન, સાસરવાસ અને એક પ્રેમાળ ગૃહિણમાં તેનું પરિવર્તન–એ આ કાવ્યનો વિષય છે. કવિએ સંભાળશંગારનું નિરૂપણ કર્યું છે. કાવ્યને અંતે રચ્યાસંવત નથી, પણ મધ્યકાલીન ગૂજરાતીની ત્રીજી ભૂમિકાના અંતિમ કાળનાં રૂપે
૩૨. પ્રસિદ્ધઃ મારા વડે સંપાદિત, “રૂપસુન્દરકારના પરિશિષ્ટમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com