________________
૩ર ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સોળમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા, વિમલપ્રબન્ધના કર્તા પ્રસિદ્ધ કવિ લાવણ્યસમયની “ચતુર્વિસતિજિનસ્તુતિ ૨૭ પણ ૨૮ કડીનું કાવ્ય છે. એમાં માત્ર છેલ્લી કડી હરિગીતમાં છે. બાકી સર્વત્ર માલિનીવૃત્તને પ્રયોગ છે. કવિનું છન્દઃપ્રભુત્વ તેમ ભાષાપ્રભુત્વ ઉચ્ચ કેટિનું છે. થોડાંક ઉદાહરણ:
કનકતિલક ભાલે, હાર હિઈ નિહાલે, ઋષભપય પખા, પાપના પંક ટાલે, અચી નવર મા ફૂલરી ફૂલમાલે, નરભવ અજુઆલૅ, રાગ નિ રોસ ટાયેં. (કડી ૧) અમીય રસ સમાંણી, દેવદેવે વખાણ, વયણ યેશુ પાણી, પાપવલ્લી કૃપાણી, સુણિ સુણિ નિ પ્રાણુ, પુણ્યચી પટ્ટરાણી, જગિ જિનવરવાણી, એવી એ સાર જાણી. રમઝમ ઝમકારા નેઉરિચા ઉદારા, કટિતટિ ખલકારા મેખલાકા અપારા, કમલિ રમલિ, સારા દેહ લાવણ્યધારા,
સરસતિ હુઓ મે જ્ઞાનધારા. (કડી ૨૬-૨૭) અનુમાને સોળમા શતકના અંતમાં જ્ઞાન કવિએ સંસ્કૃત બિલ્પણુપંચાશિકા'ને ગૂજરાતી અનુવાદ કર્યો છે. એમાં એક સ્થળે નીચે પ્રમાણે સંસ્કૃતમિશ્રિત માલિની મળે છે. કવિ બિહણ સાથે પ્રેમમાં પડેલી તેની શિષ્યા રાજપુત્રી શશિકલા તેને વધસ્થાને લઈ જવાતે જોઈને પિતાની સખીઓને કહે છે –
અતિશય કરમાણુ સામ્પત કાંઈ બાલા,
હસસિ રમસિ સાથિ નૈવ કિચિત સખીભિઃ ૨૭. પ્રસિદ્ધ, જૈનયુગ” માસિક, પુ. ૧, પૃ. ૧૭૮-૭૯, સં. શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com