________________
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોના પ્રયાગ થતા હતા એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં સંશોધને એ પુરવાર કરી તાવ્યું છે; અને પ્રાચીન સાહિત્યમાં વૃત્તોના પ્રયાગ એક પ્રકારના કાલવ્યુત્ક્રમ છે, એમ દર્શાવતું સદ્ગત સાક્ષર નરસિંહરાવભાઈનું વિધાન પ્રેમાનંદ પૂર્વેના સાહિત્ય સંબંધી જ્યારે કેવળ અપસાધની સ્થિતિ પ્રવર્તતી હતી, તે સમયે કરવામાં આવ્યું હતું, તે પણ હવે ફરી વાર કહેવાની આવશ્યકતા રહી નથી. પરંતુ આપણી પ્રાચીન વૃત્તરચનાઓ પ્રકારમાં કેવી અને પ્રમાણમાં કેટલી છે તથા અન્ય સાહિત્યને પડછે તેનું સ્થાન શું છે, એ વિશે સ્પષ્ટ ખ્યાલ આપણા સાહિત્યરસિક વર્ગને, એ વિષયની વ્યવસ્થિત માહિતી પૂરી પાડતા લેખના અભાવે, હજી સુધી થયા નથી. આ ષ્ટિએ ગૂજરાતી ભાષાના લગભગ આરંભકાળથી માંડી પ્રાચીન યુગના છેલ્લા પ્રતિનિધિ દયારામ સુધીના સાહિત્યમાં થયેલી અક્ષરમેળ વૃત્તરચનાઓના ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય કરાવવાના આ નિબંધમાં પ્રયત્ન કર્યો છે.
પ્રાકૃત સાહિત્યમાં વૃત્તરચના
જેમ અર્વાચીન તેમ પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં પણ વૃત્તરચનાઓને ઉદ્ભવ ાઈ આકસ્મિક રીતે થયેલેા નથી. આપણા સુપ્રસિદ્ધ છન્દઃશાસ્ત્રીના શબ્દોમાં કહીએ તે, ‘છન્દના કલામય ઉપયેગ એ તો કલા જેટલેા જૂના છે.' અતિ પ્રાચીન કાળથી ચાલતા આવેલા પ્રવાહ વિચત વિચત્ સાંકડા—મોટા થયા છતાં અવિચ્છિન્ન જ ચાલુ રહેલેા છે. અક્ષરમેળ વૃત્તો સાથે આપણે સંસ્કૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com