________________
દ્વેષવરમણ
स्वामेमि सङ्घजीवे, सबै जीवा स्वमंतु मे । सबभूएस, वेरं मज्झं न केणइ ॥
मिति मे
૮૫
‘હું સર્વ જીવાને ક્ષમા આપું છું, સર્વ જીવા મને ક્ષમા આપે. મારે સર્વ સાથે મૈત્રી છે. મારે કેાઇ સાથે વેર નથી.’ આવી ભાવના ભાવવાવાળા મનુષ્ય લાંખા સમય સુધી દ્વેષ રાખી શકે જ નહિ. તે તે તે જ દિવસે બીજાને ક્ષમા આપે અને મનમાંથી તેના પ્રત્યેના રાષ કાઢી નાખે.
તે સમજે છે કે આપણા સુખદુ:ખમાં ખીજાએ તે નિમિત્ત માત્ર છે. જો આટલું સૂત્ર આપણે કાયમ સ્મરણમાં રાખીએ તે આપણને પડેલા દુ:ખ માટે દુ:ખ આપવાના કારણભૂત બનેલા જીવ પ્રત્યે પણ આપણને દ્વેષ થાય નહિ; કારણ કે નિમિત્ત ઉપર દ્વેષ રાખવાથી લાભ શે ? આપણા દુઃખના મૂળ કારણભૂત આપણે પેાતે જ છીએ.
વળી એક બીજો વિચાર પણ દ્વેષ દૂર કરવામાં કારણભૂત બની શકે. દરેક આત્મા પાતે નિર્મળ છે, આપણને જો કાઇ દોષ જણાતા હાય તેા તેની પ્રકૃતિનેા છે, માટે જો આપણે પ્રકૃતિના વિચાર નહિ કરતાં તેની પાછળ રહેલા આત્માના ખ્યાલ લાવીએ તે આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને દ્વેષમાત્ર આપણા હૃદયમાંથી ચાલ્યેા જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com