________________
પવિત્રતાને પંથે કારણકે નટી વિશેષ રાગનું કારણ છે. ” તે સાધુઓમાં બુદ્ધિ ઓછી હતી તેથી બીજી વાર ભૂલ કરી, પણ સરલ પ્રકૃતિના હોવાથી સત્ય વાત નિવેદન કરી. આથી તેમની ભૂલ સુધારવાને માગ ગુરુને જડી આવ્ય, માટે માયાને દૂર કરવાને સૌથી સારો માર્ગ સરલ પ્રકૃતિ છે.
मुक्तरविप्लुतश्चोक्ता, गतिज्वी जिनेश्वरैः ।। तत्र मायाविनां स्थातुं, न स्वप्नेऽप्यस्य योग्यता ॥
વીતરાગ સર્વજ્ઞ ભગવાને મુક્તિમાર્ગની ગતિ સરલ કહી છે, ત્યાં માયાવી જનેને સ્વપ્ન પણ રહેવાનું સ્થાન મળી શકે નહિ. જે જે મહાપુરુષે થઈ ગયા તે સર્વમાં આ રાજુ પ્રકૃતિ હતી. જેવું તેમના મનમાં તેવું તેમના વચનમાં અને જેવું વચનમાં તેવું તેમના કાર્યમાં. અર્થાત તેમના મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોય છે. ત્યાં બીલકુલ કપટ હોતું નથી, તેથી લોકો તેમના વચન પર વિશ્વાસ મૂકી શકે છે.
પ્રકરણ ૯ મું.
લેશવિરમણુ.
લાભ એ ચેાથો કષાય છે. આપણે ત્રણ કવાયનું વર્ણન કરી ગયા. લેભ સૌથી છેલ્લે મૂકવામાં આવ્યો છે, પણ ત્રણ કષા કરતાં તેને પ્રભાવ અધિક છે. પ્રશમરતિમાં તેના કર્તા ઉમાસ્વાતિ વાચક કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com