SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પવિત્રતાને પથે ( વસ્તુઓ પ્રત્યેની આસક્તિને) પરિગ્રહ કહેલ છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – निःसंगोऽपि मुनिन स्यात्समर्छः संगवर्जितः । यतो मूछैव तत्त्वज्ञैः, संगसूतिः प्रकीर्तिता ॥ १॥ મુનિ નિસંગ હોય, પણ જે વસ્તુઓ પ્રત્યે તેને આસક્તિ હોય તો તે નિપરિગ્રહી કહેવાય નહિ, કારણ કે તત્ત્વોએ મૂછને પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માન્યું છે. એ મૂચ્છનું મોટું કારણ એ છે કે-આપણે અજ્ઞાનથી, જે વસ્તુઓ આપણું નથી તેને આપણી માનીએ છીએ. એ વસ્તુઓમાં રહેલા ત્રણ અવગુણે જે આપણે વિચારીએ તે તે વસ્તુઓ પ્રત્યેને મમત્વભાવ ઓછો થાય. તે વસ્તુઓ ક્ષણિક સુખ આપનારી છે, વળી તે દુઃખગર્ભિત છે અને ત્રીજે મોટે અવગુણ એ છે કે તે મળ્યા પછી તેના ઉપરથી મેહ ઉતરી જાય છે અને બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા થાય છે. આ દોષ જગતના તમામ પદાર્થોમાં રહેલ છે. આ બાબતને વિચાર કરવામાં આવે તો આપણે વસ્તુઓ પાછળ ગાંડાની માફક નહિ ભમતાં જરા વિચારશીલ થઈએ. મનુષ્ય વસ્તુઓની વચમાં રહેવા છતાં પણ નિરાસક્તિભાવ રાખી શકે એ બનવાજોગ છે, અને મહાન આત્માઓ તેમ કરી પણ શકે છે. પણ તે ઉપરથી સામાન્ય આત્માઓ એમ કહેવા લાગે કે અમને આ વસ્તુઓ પ્રત્યે નિરાસક્તિભાવ છે તો તે વિચારવા જેવી વાત છે. તે વસ્તુઓના વિશે અથવા વસ્તુઓને નાશ થતાં તેવું કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy