SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુનવિરમણ વિકારજનક ખોરાક પણ તેટલે જ ત્યાગ કરવા એગ્ય છે. તેની સાથે શરીરને અને મનને ઉશ્કેરી મૂકે તે મરીમસાલા અને તેજાનાવાળો ખોરાક પણ લે નહિ. સાંજે પણ વિશેષ ન ખાવું. આ સંબંધમાં બુદ્ધધર્મમાં એ નિયમ હતું કે સાધુઓએ દિવસમાં એક જ વાર બપોરે ખાવું. આ વિષયવૃત્તિને સંયમમાં રાખવાને એક ઉત્તમ સાધન એ છે કે મનુષ્ય કસરત કરી શરીરને કસવું. વિદ્યાથીઓ જે સમયે યુવાવસ્થામાં આવે છે ત્યારે તેમનામાં ઉત્પાદક શક્તિ ખીલવા માંડે છે અને જે કસરત, રમત વગેરે દ્વારા પિતાની શક્તિઓ પ્રકટ કરે છે, તો તેઓને વિષયવૃત્તિ પર જય મેળવવાનું કામ ઘણું સરલ બને છે. જ્યારે મનુષ્યનું મન મરદાનગીભરી રમતમાં લાગેલું હોય છે ત્યારે અગ્ય વિચારે વિચારવાને તેને સમય મળતો નથી, કારણ કે જ્યાં આળસ્ય હોય ત્યાં જ અશુભ વિચાર સ્થાન મેળવે છે. જેમ આળસુ હાથ કાંઈ નુકશાન કરે છે તેમ આળસુ મગજ પણ અગ્ય ભાવનાઓમાં પોતાની શક્તિઓને વ્યય કરે છે. વળી હલકા વિચાર અથવા વૃત્તિવાળા મનુષ્યની સેબતથી જિતેંદ્રિય થવા ઈચ્છનારે દૂર રહેવું. મિત્રો વિના ચલાવી લેવું તે બહેતર છે, પણ જેમની વાતચિત અને ભાવનાઓ વિષયવાસના તરફ મેરતી હોય તેમની સબત તે ન જ કરવી. આ વાતે જ શાસ્ત્રમાં સત્સંગને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. કેઈ સારો મિત્ર ન મળે તે પુસ્તકને આશ્રય લે. જગતમાં સારાં પુસ્તકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy