SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પવિત્રતાને પંથે એ શબ્દના અર્થ કરીએ તેા તે જીવ બધામાં બ્રહ્મઆત્માને જુએ છે અને તે પ્રમાણે વર્તે છે, અર્થાત્ જેને આત્મદૃષ્ટિએ સ્ત્રી કે પુરુષ એવા ભેદ રહ્યો નથી તે જ મનુષ્ય પૂર્ણ રીતે તે વ્રત પાળી શકે છે. જ્યાં સુધી આ પુરુષ છે અને આ સ્ત્રી છે, એ બાબત પર ભાર મૂકવામાં આવે છે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન ઘણું અઘરુ' છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે— નિદ્યાન; સમાન. નીરખીને નવ ચેાવના, લેશ ન વિષય ગણે કાષ્ઠની પુતળી, તે ભગવાન વિષયવૃત્તિ એ ઉત્પાદક શક્તિ છે. તેનામાં કાંઈપણ નવીન ઉત્પન્ન કરવાનું બળ છે. કુદરતમાં જે એ શક્તિએ પ્રબળ ગણાય છે તેમાં એક સ્વરક્ષણની શક્તિ અને બીજી પ્રજોત્પાદક શક્તિ છે. આ શક્તિ ત્રણ રીતે પ્રગટ થાય છે. મનદ્વારા, લાગણીદ્વારા અને શરીરદ્વારા. મનદ્વારા જો આ ઉત્પાદકશક્તિના ઉપયેાગ થાય તે તે મનુષ્યને પુસ્તકા લખવાનુ, ભાષણે આપવાનુ, નવીન કલ્પનાએ કરવાનુ મન થાય છે. લાગણીદ્વારા તે ચિત્રકળારૂપે, સંગીતરૂપે, કાવ્યરચનારૂપે, શિલ્પકળારૂપે પ્રગટ થાય છે. અને તે સ્થૂલ શરીરમાં પ્રગટ થતાં સામી જાતિની વ્યક્તિના સમાગમમાં આવવાની ઇચ્છારૂપે દેખાય છે. શક્તિ એની એ છે, પણ તે આમ ત્રણ રીતે પ્રકટ થાય છે માટે જો મનુષ્ય તે શક્તિને મનદ્વારા અથવા લાગણીદ્વારા પ્રગટ કરવા પ્રયત્ન કરે તે આ સ્થૂલ શરીરમાં તેનુ બળ આધુ રહે છે, અને તેને વશ કરવાનું કામ સુગમ થાય છે માટે તે વૃત્તિનું આ સ્થૂલ શરીર ઉપર જેમ બને તેમ આછું દબાણુ આવે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy