SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષાવાદવિરમણ ૧૯ વળી મનુષ્યને એક અસત્ય છુપાવવાને બીજા અનેક અસત્ય ઊભાં કરવાં પડે છે અને બીજા મનુષ્યોને પણ પિતાના અસત્યના ભાગીદાર બનાવવાની જરૂર પડે છે. વળી અસત્યમાં એવાં બીજ રહેલાં હોય છે કે જે પોતાના જ નાશના કારણરૂપ બને છે. “ છેતરનાર જ છેતરાય છે” એ વચન સદાસર્વદા હૃદયમાં કોતરી રાખવાનું છે. અસત્ય એ ચાર દિવસના ચાંદરણ જેવું છે. ધારે કે આપણે એવું અસત્ય બોલીએ કે જેથી સામી વ્યક્તિને નુકસાન ન પણ થાય, છતાં આપણને પોતાને જે મોટું નુકસાન થાય છે તેનો વિચાર કરો ઘટે છે. અસત્યથી અથવા આપણે જે કાંઈ જાણતા અથવા માનતા હોઈએ તેની વિરુદ્ધ બોલવાથી આપણું મન મલિન બને છે, અને તેથી આત્મા પર એક જાતનો પડદો આવી જાય છે. અને આપણે આત્માનો પ્રકાશ ઝીલવા અસમર્થ થઈએ છીએ. આપણું દષ્ટિ ઉપર પડલ આવી જાય છે, અને અમુક વસ્તુ અથવા બનાવમાં સત્ય તત્ત્વ શું છે તે આપણે જાણી શકતા નથી પણ He who thinks truth, speaks truth or acts truth, acquires a power to know truth by intui. tion which is above all reasoning. જે સત્ય વિચારે છે, સત્ય બોલે છે અને સત્ય વર્તન રાખે છે, તે આન્તરપ્રતિભા જે બુદ્ધિની પણ પેલી પારની શક્તિ છે, તે વડે સત્ય જાણવાની–પારખવાની શક્તિ મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy