SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સાંભળી નહિ શકે. મને માફ કરે. રાજાએ ગુને માફ કરવા ખાતરી આપી ત્યારે ખૂબ આનાકાની પછી દાસી કહેવા લાગી. મહારાજ! મને એમ થયું કે હું તે ફક્ત પાંચ જ મિનિટ સૂતી તેના બદલામાં ચમચમાટ કરતા બે ફટકો પડ્યા તે આ પલંગપર આખી જીંદગી સુધી સુનારનું શું થશે! દીનદયાળ ! હું તો આટલેથીજ બચી ગઈ. ” મહારાજા વિચક્ષણ હતા. દાસીના આ શબ્દોએ તેને ખૂબ અસર કરી. તેને લાગ્યું કે વિલાસ ભેગવનારની સ્થિતિ ભયંકર થાય છે, એમ સમજીને ત્યારથી જ તેણે વિલાસનો ત્યાગ કર્યો. આ દષ્ટાંતને સાર એ છે કે મોજશોખ અને વિલાસના સાધને મનુષ્યને પરવશ કરી મૂકે છે. ગફલતમાં–પ્રમાદમાં–અમૂલ્ય સાધન શક્તિને વેડફી નાંખી મનુષ્ય પાયમાલ થાય છે. આજેજ જે વૃત્તિસંક્ષેપનું વ્રત અંગીકાર કરો એટલે કે જરૂરિયાત ઘટાડે– બિનજરૂરી વસ્તુઓ ન લે; તો તમારા ખર્ચ અરધા થઈ જાય, પરંતુ તમે ક્યાં કરી શકે તેમ છે ? તમારા ઘરમાં પણ તમારું ક્યાં ચાલે છે? કેટલાક એમ માને છે કે એમાં તે શું? એ બધી વસ્તુઓ સસ્તી મળે છે માટે વાપરીએ છીએ. જરૂરિયાત વગરની વસ્તુઓ વાપરવી તે મહાપાપ છે. દારૂ ન પીનારને કેાઈ મફત આપે છે તે પીએ નહિ, કારણ કે તે ઉપયોગી વસ્તુ નથી. આજથી નિયમ કરે કે બિનજરૂરી કે માજશેખની એક પણ વસ્તુ નહિ ખરીદીએ અને આજથી જરૂરિયાતને પણ ઓછી કરીશું તો તે તમારા બચાવેલ ધનમાંથી ઘણે પરમાર્થ કરી શકશે. તમને આજે જે અશક્ય લાગે છે તે શક્ય થઈ જશે. અને તમે સાચા ધર્મિક થઈ જઈ સહજભાવે રાષ્ટ્રની સેવા કરી શકશે. તમે જે સાદા રાખશે તે ઘરના બધા માણસે સારા થશે અને નકામી વેડફી જતી શક્તિનો સંચય થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy