SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે. આરેાગ્યની દૃષ્ટિએ પણ ઉપવાસની અતિ અતિ આવશ્યક્તા છે. ઉપવાસથી આંતરડામાં ભરાયેલા મળ સાફ થઇ જાય છે. તે મળ જો તેમને તેમ પડયા રહે સાક્ કરવામાં ન આવે તા–તે સડી જઇને તેમાંથી ઝેરી ગૅસ ઉત્પન્ન થાય છે અને તે લેાહીમાં ભળવાથી અનેક રાગા ઉત્પન્ન કરે છે. એક ‘ આયલર’ જેવા યંત્રને અંધરાખીને સાફ ન કરીએ તે વખતે પણ જો આખી અમુક અમુક ‘ફેકટરી ' કામ પણ તેના જેવુંજ કરતી એક અંધ પડી જાય. શરીર યંત્ર છે કે જે વગર ઈજનેરે અહારાત સતત ચાલ્યા કરે છે. તેનાં આરેાગ્ય માટે આંતરડામાં ભરાઈ રહેતા કચરા—બગાડ આપણે કાઢવા જ જોએ, અને તે માટે સૌથી સારા અને કુદરતી ઉપાય એક માત્ર ઉપવાસ છે. પરંતુ લેાકેા આજે એ વસ્તુ છેકજ ભૂલી ગયા છે અને એવા સહેજ ઉપચારને છેડીને દરરાજ દવાના વિચિત્ર અને કૃત્રિમ ‘ડ।। ’ પીને શરીર સ્વાસ્થ્ય રાખવાના ખાટા પ્રયત્ન કર્યાં કરે છે. પરિણામ એ આવે છે કે એવી દવાથી એક રાગ કાઢવા જતાં ખીજા અનેક નવા રાગી ઘર કરી ખેસે છે. અને મનુષ્યનું વાસ્તવિક ચૈતન્ય હાસ પામતું જાય છે. ઉપવાસ કરવાથી હાજરીમાં તથા આંતરડામાં પડી રહેલા કચરા સાફ થાય છે. હાજરી સશક્ત થાય છે. નવું જોમ આવે છે. સ્મ્રુતિ પ્રગટે છે અને કામ કરવાની નવીન શક્તિ જાગૃત થાય છે. ઉપવાસ દરમિયાન ખાવાપીવાની ઉપાધિમાંથી મુક્ત થવાય છે અને તેથી ધ્યાન ધરવામાં કે પ્રભુભજનમાં ચિત્ત લગાડવું સુલભ થઇ પડે છે. અને એ રીતે ચિત્તવિશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા માટે ક્ષેત્રવિશુદ્ધિ થવાથી ક્રમ કે માયાના બંધના શિથિલ થાય છે. ઈ દ્રિયાના નિગ્રહ થવાથી વિકારી ભાવનાઓ નષ્ટ થાય છે અને મન પર પણ કાબૂ આવી જાય છે. સારાંશ કે હૃદયશુદ્ધિનું એ સર્વોત્તમ સાધન બની જાય એ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy