________________
બીજે દીવસે વળી એજ ગીતા વર્ગ ચાલુ થયો. તે વખતે પ્રવચનકાર બોજા ધર્મધ્યાપક હતા. એ જેમ જેમ વધારે ભાર આપતા, જેમ જેમ વધારે લંબાવતા, તેમ તેમ શ્રોતાવર્ગ કંટાળતો, -અને બંધ કરવાની સુચના ખાતર વિરોધી તાળીયો પણ પાડતા. વક્તા હતા ધર્મશિક્ષક. ગીતા પણ એજ અને શ્રોતા પણ એ જ, છતાં એકવાર સૌની જિજ્ઞાસા સંતોષાતી, તીવ્ર બનતી અને ધર્મ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરતી જોઈ, જ્યારે બીજી વખતે જિજ્ઞાસા અસંતુષ્ટ રહેવાની વાત તે બાજુએ મૂકે પણ જાણે ધર્મ પ્રત્યે સૌની રુચિજ જવા બેઠી હોય તેમ દેખાવો થતા !
એકવાર માણેકચોકમાં આવેલ મુસલમાની મસજીદમાં ગયેલો. ત્યાં કોઈ મેલવી ધર્મ વિષે વાંચતાં. ગણ્યા ગાંઠયા પાંચદશ શ્રદ્ધાળુ બેઠેલા. માલવી જે કાંઈ કહેતા તે કોઈ પણ પ્રાચીન ગ્રંથાગામી જૈન શ્રાવક સાંભળે તો એમજ કહે કે સાંભળનારની ધીરજને ધન્ય છે. એમની શ્રદ્ધા અખુટ છે એ ખરું પણ મેલવીનાં આવાં ગપ્પાં અને આવી નકામી ચર્ચાઓ અમે તો, સાંભળી ન શકીએ.' એક વિદ્વાન અને તીવ્ર જિજ્ઞાસુ બ્રાહ્મણ મિત્ર આપણું ધર્મસ્થાનમાં સાંભળવા આવવા ઈચ્છતા. મેં તેમને અમુક સ્થાન સૂચવ્યું. તેઓ પોતે વિશિષ્ટ વિદ્વાન તે હતા જ. જેન ધર્મસ્થાનમાં વ્યાખ્યાન સાંભળી આવ્યા પછી તેમણે કહ્યું કે–તમારા શ્રાવકોની ધીરજ અને શ્રદ્ધા સ્તુતિપાત્ર છે. મારામાં એ વસ્તુ નથી.'
જેઓ પોતપોતાના પંથમાં, પિતાના માનીતા ગુરૂ પાસેથી સંકુચિત રીતે વ્યાખ્યાન સાંભળતા નથી કંટાળતા અથવા કંટાળે છે તે પણ વાંધા પ્રગટ નથી કરતા, તેઓજ બીજા પંથના અને પિતાને માન્ય ન હોય એવા ગુરૂ પાસેથી તેવી કેટિનું વ્યાખ્યાન સાંભળતા કંટાળી જાય છે, અને તે કંટાળો ખુલ્લંખુલ્લા પ્રગટ પણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com