________________
તો સહુથી પ્રથમ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આપણે અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ શાસનને દ્રોહ કરી રવા છીએ કે તે મહાનુભાવોનું કહેવું ભૂલભરેલું છે ? મને નથી લાગતું કે આપણું પિકીને કોઈ પણ આપણા ઈષ્ટદેવ પ્રભુશ્રી મહાવીરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા ચાહત હોય અને તે પણ સામુદાયિક રીતે અને પર્યુષણ જેવા પવિત્ર પર્વમાં એટલે અહી ઉભા રહીને વ્યાખ્યાન કરવામાં જે શાસનને દ્રોહ ન થતું હોય તો જ વ્યાખ્યાન કરવું હું ઉચિત ધારું છું અને તેથી અહીં ઉભા રહીને વ્યાખ્યાન કરવામાં શાસનને દ્રોહ થાય છે કે કેમ તેને જ પ્રથમ નિર્ણય કરીશ.
જે મહાનુભાવે કહે છે કે શ્રાવએ ઉપાશ્રયમાં જ જવું જોઈએ, કારણ કે એ પૂરાપૂર્વની રીતિ છે તેઓ ઈતિહાસથી અનભિજી હોવા જોઈએ અથવા ઇરાદાપૂર્વક ખેટું બોલતા હોવા જોઈએ.
ઉપાયો કયારે થયા? પ્રથમ સાધુઓ અપ્રતિબદ્ધ વિહાર કરતા અને મુખ્યત્વે નગર બહાર ઉદ્યાનમાં જ વિચરતા. એ આત્માથી મહાપુરુષોનું વ્યાખ્યાન સાંભળવા લેકે ઉત્સાહથી ઉલટી પડતાં. અને જ્યાં ચારિત્રની સુવાસ પ્રગટતી હોય, જ્ઞાનની ગંગા વહેતી હોય ત્યાં એ ન કેમ બને? પરંતુ એ નિઃસંગી અને સંસારીઓથી લગભગ અલિપ્ત રહેતા મુનિઓ ધીમે ધીમે સંસારના નિકટ સંબંધમાં આવ્યા. તેમની વચ્ચે જ ઉપાશ્રયે નિમણુ થયા અને આજે તે પરિગ્રહ વિરમણ વ્રત ભૂલી જઈને એ ઉપાશ્રયની ટેકેદારી સાધુઓ રાખી રહ્યા છે. એટલે ઉપાશ્રયે તે સમયના પ્રભાવથી અસ્તિત્વમાં આવેલા છે, ઉપાશ્રયમાં રહેવું એ પણ જમાનાવાદ છે; નહિક પૂરાપૂર્વથી ચાલી આવેલી રીતિનું અનુકરણ, એટલે જ્યાં ઉપાશ્રય જ નવી વસ્તુ છે ત્યાં એમાં નહિ જવામાં દોષને સંભવ કયાં રહે? કયા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે શ્રાવક ઉપાશ્રયમાં જ જઈને વ્યાખ્યાન સાંભળવું જોઈએ ? આથી ઉપાશ્રયમાં જ જવું જોઈએ એ દલીલ વજુદ વિનાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com