SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પશાચિક જીવન પિતાના સામાન્ય સ્વાર્થ માટે બીજાના સ્વાર્થને ધક્કો પહોં ચા, અનર્થો ઉપજાવવા, દેશ અને સમાજને દ્રોહ કર, મહા હિંસાનાં કાર્યો કરવા તે પિશાચિક જીવન કહેવાય. આ બધાં લક્ષણોને પોતાના જીવન સાથે સરખાવાય તે આપણે કયા જીવનમાં છીએ તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. જે મનુષ્ય હાઈએ તો મનુષ્ય જીવનના સામાન્ય ધર્મો તો આપણી રગેરગમાં વ્યાપક હોવા જોઈએ. જેમ ખાવું, પીવું, સૂવું, બેસવું વગેરે શારીરિક હાજતો પૂરી પાડવાની ક્રિયાઓ સ્વાભાવિક થયા કરે છે. તેમાં કાઈ ઉપદેશકની કે વારંવાર શિક્ષાની પણ આવશ્યકતા રહેતી નથી. તેજ પ્રકારે સાચું બોલવું, કોઈને રંજાડવાં નહિ, વ્યાપાર વગેરેમાં નીતિનું પાલન કરવું ઇત્યાદિ નિયમે આપણું જીવનક્રિયામાં વણાઈ જ ગયા હોવા જોઈએ. પરંતુ આટલામાં જ કઇ જીવનને હેતુ સમાપ્ત થઈ જતો નથી. અને તેથીજ તેથી પણ ઉત્તમ, ભવ્ય અને દિવ્ય જીવન માટે સદા આગળ અને આગળ વધવા પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. વર્તમાન દશા તેને બદલે આજે તો આપણે જીવન સાથે ધર્મને વણવાને પ્રયત્ન સાવ ખોઈ બેઠાં છીએ. માનવધર્મને સમજ્યા કે આદર્યાં પહેલાં આધ્યાત્મિક ધમને બાથ ભીડી લીધી છે તેથી જ આ ગુચવાડે ઉભે થવા પામ્યો છે. અને દેવળ, ઉપાશ્રય, મંદિર કે ચર્ચમાં જ ધર્મ થઈ શકે છે તેવી માન્યતા બંધાણી છે. વ્યવહાર અને નિશ્ચયના માર્ગોને ભિન્નભિન્ન પાડી દીધા છે. આવી રીતે ધર્મનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy