________________
૨૮
જ્યાં રાત્રિ હાય ત્યાં સૂય ન હોય અને સૂર્ય હોય ત્યાં અંધારું હાઇ જ ન શકે. તેમ જ્યાં અધમ હોય ત્યાં ધમ ટીજ ન -શકે. કારણ કે અધર્મથી ધર્મ એ બિલકૂલ વિશધી તત્ત્વ છે. જ્યાં અધર્મનાં કાર્યો થતાં હાય ત્યાં ધર્મના એક અંશ પણ માનવા તે સાવ અસંભવિત છે.
જલમાંથી જેમ શીતત્ત્વ અને પાવનત્વ બાદ કર્યા પછી જલતત્ત્વ જ રહેવા પામતું નથી. અગ્નિમાંથી ઉષ્ણત્વ નીકળી ગયા પછી અગ્નિ રહેવા પામી શકે નહિ. તેમ જીવનમાંથી ધર્મ ગયા પછી જીવન રહે એમ માની શકાય જ નહિ. અને ધ વિના જીવન દેખાતું હાય તેા તે જીવન નથી; પણ જીવતું મૃત્યુ છે. મૃગજળ જેવા જીવનનાં ઝાંઝવાં છે. વાસ્તવિક જીવનમાં ચેતનની ચિનગારીએ જ ભરી હાય છે.
આવી રીતે ધમની સર્વ સામાન્ય વ્યાખ્યા વિચારી લીધા પછી ભિન્નભિન્ન જીવન પર ભિન્નભિન્ન ધર્મની વિચારણા કરીએ. પશુ જીવન, માનવ જીવન, દેવ જીવન, સજ્જન જીવન, આધ્યાત્મિક જીવન એમ જીવનના જેમ અનેક પ્રકારા છે તેમ ધર્મના પણ અનેક પ્રકાશ છે તે પૈકી આપણે વર્તમાન જીવનના આપણા ધમ જોઇએ.
સૌથી પહેલાં પ્રશ્ન કરીએ કે આપણે કાલ્યુ છીએ ? ઉત્તર મળશે કે માનવ. જો માનવ તરીકે આપણે હાઈ એ તો સૌથી પહેલાં આપણે મનુષ્ય જીવનની વિચારણા કરવી જોઈ એ. માનવ જીવનના ધર્મો.
ખીજાં વિવિધ નાનાં મેાટાં પ્રાણીઓમાં મનુષ્યનું જીવન ઉત્તમ ગણાય છે. આનું કારણુ કે તેમાં વિચાર શ્રેણિનું પ્રાધાન્ય હેાય છે કે જે ખીજામાં નથી, છતાં વૃક્ષ, વાયુ, સરિતા અને એવી બીજી અનેક વસ્તુ અગમ્યપણે પરાપકારાથે વહી રહી હૈાય છે. તા મનુષ્ય જીવનમાં આ તત્ત્વ સ્વાભાવિક વધુ ખીલ્યું હાવું જ જોઈ એ, તેમ માનવું અસ્થાને નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com