________________
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા કરતું જેન– વિચારક મંડળ આ ક્ષણે અંતઃકરણપૂર્વક મુનિશ્રીના આશીર્વાદને ઝીલવાની વૃત્તિ અનુભવે છે અને તે માટે પૂરેપૂરે અહેસાન સ્વીકારે છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા ચાલુ રાખવાને પરદેશમાં મુસાફરી કરતાં કરતાં પ્રેરણાભર્યો સંદેશ મોકલનાર મંડળના ખજાનચી શ્રીયુત મણીલાલ વાડીલાલ ઝવેરીને તેમજ વ્યાખ્યાનમાળા ગોઠવવા માટે સાચું પ્રેત્સાહન આપનાર શ્રીયુત ડાહ્યાભાઈ છોટાલાલ એ બન્નેની સહદય સહાનુભૂતિને યાદ કર્યા વગર રહી શકાય તેમ નથી.
આ વર્ષનાં વ્યાખ્યાને કેટલાં બોધદાયક હતાં તે તે આ સાથે પ્રગટ થયેલાં વ્યાખ્યાનેને જેઓ વિચારપૂર્વક વાંચશે તેજ સમજી શકશે.
પંડિત સુખલાલજીને એક પત્ર તેમની પાસે માગેલા સંદેશાના જવાબમાં આવેલે, તે પણ આ સાથે પ્રગટ કરવામાં આવે છે.
દર વર્ષની માફક અમારા આમંત્રણને સ્વીકારી જૈન તેમજ જેનેતર વિદ્વાન વ્યાખ્યાતાઓએ પિતાના અભ્યાસ પૂર્ણ વિચારેને લાભ આપે છે તે બદલ આ મંડળ તેમનું આભારી છે.
છેવટે વ્યાખ્યાનમાળા પુસ્તકાકારે પ્રગટ થવામાં મને શ્રમ મુખ્યત્વે આધારભૂત છે તે શ્રી લઘુશતાવધાની શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજશ્રીના શ્રમ પ્રત્યે ઉપકાર દર્શન વ્યકત કરવા સાર શબ્દો પૂરતો અર્થ સારી શકે તેમ નથી જ.
જૈનત્વ વિચારક મંડળ
વિ. સેવકે એલીસબ્રીજ
કેરાલાલ નગીનસ શાહ અમદાવાદ
જુઠાભાઈ અમરશી શાહ તા. ૧-૧૧-૩૪
મંત્રીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com