________________
જીવનને હેતુ.
હવે જીવન શબ્દની સાથે જ પ્રથમ જીવનને હેતુ શું છે? તે પ્રશ્ન ઉદ્દભવે છે. કારણકે કોઈપણ ક્રિયા હેતુ સિવાય હેઈ શકતી નથી. તો આ જન્મવું અને જન્મીને મરી જવું તેવો સંસારકમ ચાલ્યા કરે છે તેને કંઈકને કંઈ હેતુ તે હેજ જોઈએ, અને ગંભીર રીતે ચિંતવતાં જીવનને હેતુ એક માત્ર વિકાસજ જણાય છે. તેથીજ એ વિકાસ થતાં થતાં જ્યાં સુધી અંતિમ મુક્તિ ન થાય ત્યાં સુધી જીવનની અપૂર્ણતા રહે છે અને આપણું જન્મ લંબાતા રહે છે. એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટેજ જ્યાંસુધી તે લક્ષ્યબિંદુ પર ન પહોંચાય ત્યાં સુધી કર્મ માયા કે જડ જે કહે તે દ્વારા ચેતનને જન્મવાની અને જન્મી ભિન્ન ભિન્ન દેહ ધરવાની ક્યિા ચાલુજ રહે છે. અને રહેવાની.
સારાંશ એ નીકળે છે કે જીવન એટલે ચેતન્ય અને તેના વિકાસની ક્રિયા તેનું જ નામ ધર્મ. ધર્મવિના જીવી શકાય?
આથીજ શ્રી મનુભગવાને કહ્યું છે કે વર્ષ ૨૧ ધ્રુ જિ धर्मो रक्षित रक्षितः ॥ अतो धर्मो न हन्तव्यो । भानो धर्ना
વધીત કે ધર્મ હણાયો તે તમે હણાયા, તેના રક્ષણમાં જ તમારું રક્ષણ છે માટે ધર્મને કદિ હણ નહિ. રખે હણાયેલો ધર્મ તમને હણી નાખે!
હવે આ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ધર્મ પરજ આપણું જીવન અવલંબે છે. જે ધર્મપર જીવન અવલંબી રહ્યું હોય તે તેને સંબંધ ભિન્ન હેઈજ શી રીતે શકે? સારાંશ કે જીવન અને ધર્મ એ બન્નેને સહચારી સમવાય સંબંધ છે. તે બનેનું દરેક કાર્યમાં અને દરેક સ્થિતિમાં સહચારિત્વ રહ્યું હોય છે. જે ધર્મ નથી તો જીવન નથી અને જ્યાં જીવન નથી ત્યાં જીવનને ધર્મ પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com