________________
બીજુ શુદ્ધ ચારિત્ર–પવિત્ર જીવન એ બેની જરૂર છે. આચરવા યોગ્ય શું? અને તજવા યોગ્ય શું? એને વિવેક કરવાથી જ જીવન ન્યાયયુક્ત–પ્રમાણિક બનાવી શકાય છે. પણ તે સર્વમાં વિચાર મુખ્ય છે. મનુષ્ય પિતાની મુખાકૃતિ જોવા માટે અરીસાને ઉપયોગ કરે છે, પણ પિતાનું અંતઃકરણ તપાસવા વિચારરૂપ અરીસાને ઉપગ ભાગ્યે જ કરે છે. એ ઉપયોગ કરે તો માલમ પડે કે હું પશુ તુલ્ય છું કે પિશાચ તુલ્ય છું? અથવા મનુષ્ય તુલ્ય કે દેવ તુલ્ય છું? વિના ખરચે એ અરીસાને ઉપયોગ કરજે, એથી મારગ મળશે, વસ્તુ સમજાશે, તમારી તમને પિછાણ થશે. તમારી ભૂલે દેખાશે તે કાઢવાનું મન પણ થશે. થોડા ખચે થોડા પ્રયત્ન ઘણે લાભ મેળવવાને આ ઉત્તમ અને સરળ માર્ગ છે.
આજે તમે આ વસ્તુને માને કે ન માને પરંતુ એક સમય એ જરૂર આવશે કે તમારે તે માર્ગે ગયા વિના ટકે જ નથી. આ વિશ્વમાં એવા વિરલ પુરુષો પણ હોય છે કે જે બીજાના અનુભવ પરથી ધડે લઈ પોતાના જીવનને ઘ છે. બાકી ઘણા ખરા તે પિતાને ઠેકર લાગે ત્યારેજ ઊંધમાંથી જાગ્રત થાય છે. ઠોકર લાગ્યા પછી જાગ્રત થવામાં ભય અને જોખમ બને રહેલાં છે. તેથી જ મહાપુએ કહ્યું છે કે સંતપુરુષો જે કંઈ માર્ગ બતાવે તે માર્ગે ચાલવું અથવા એવો વેગ ન થાય તો અનુભવી પુરુષોએ કહેલા માર્ગ પર શ્રદ્ધા રાખવી. સંતાની પિછાણુ
રાગ અને દ્વેષ જેનામાં બહુ અંશે નીકળી ગયા હોય, જે નિસ્પૃહી અને નિર્મળ હોય, જેની આંખમાં અમી હેય, જે વિશ્વના પ્રાણીમાત્ર પર સમભાવી અને પાપભીરુ હોય, આવા પુરુષો જ સંતપુરુષે કહેવાય. અને તેવા પુરુષોની જ વાણુ ઉપર શ્રદ્ધા જામી શકે.
બહા-વિશ્વાસમાં બુદ્ધિ કરતાં હૃદયની સરળતાની વધારે આવશ્યકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com