________________
: ૧૨ : ગામડાઓ ભણું. વ્યાખ્યાતા–શ્રી. દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર
પરાપૂર્વથી માણસની દુનિયા ગામડાની જ બનેલી છે. પ્રાચીન કાળમાં વેપારના અમુક મથકે અને રાજાની રાજધાનીઓ એટલા જ -શહેરે હતા. અને તે પણ આજના શહેરે જેવા તે નહિ જ. જ્યારથી યંત્રયુગની શરૂઆત થઈ ત્યારથી આજના મેટા મેટા રાક્ષસી શહેરમાં માથું ઊંચું કર્યું છે. માનવી સંસ્કૃતિમાં આ એક ન જ પ્રકાર છે.
શહેરની ઉત્પત્તિ ખરું જોતાં ગામડાઓની કેટલીક હાજતેમાંથી છે. અનેક ગામડાઓ પિતાની ઉપજને વિનિમય કરવા માટે અમુક જગ્યાએ ભેગા થવા ભાગ્યા. એ સ્થાનને બજારનું રૂપ મળ્યું. એવા મહત્વના સ્થાનનું રક્ષણ આવશ્યક જણાયું. ત્યાર પછી આવી સગવડ જોઈ ત્યાં કાયમની વસ્તી વધી, અને મોટું શહેર જામ્યું. એવી રીતે ગામડાઓની સગવડ બરાબર સચવાય એવી કાયમની ગોઠવણ તે શહેર. એવી સ્થિતિ હતી, આજે બરાબર એથી ઉલટી સ્થિતિ પ્રવર્તે છે. જેમ માણસ પોતાને માટે પશુઓ રાખે છે તેમ શહેરે પિતાની હાજતે પૂરી પાડવા માટે ગામડાઓ રાખે છે. મનુષ્ય સમાજને પ્રધાન ભાગ તે શહેરે, મનુષ્યજાતિનું વ્યક્તિત્વ શહેરમાં જ સોળે કળાએ પ્રગટ થાય છે. એવી માન્યતા બંધાઈ અને તે જ હજી પણ ચાલુ છે. કેટલાક વિચારી લેકોએ અને કાવ્યમય જીવનના રસિકેએ ગામડાઓનું મહત્વ ગાયું; તેથી લખાણમાં અને સંભાષણમાં ગામડાઓની પ્રતિષ્ઠા વધી. પણ સ્વેચ્છાએ શહેર છોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com