SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સુણાવસ્થામાં રહેલા તે ગુણે કે શક્તિ બહાર આવે છે. પરમાત્માનાં સ્તવન સ્તુતિથી જેટલી શુદ્ધિ તેટલે જ આત્મિક ગુણેને આવિર્ભાવ અને તેજ તેના ભજનને મહિમા. તેને પછી તમારી સમીપ આવે છે એમ કહે; અગર તમે તેની તરફ જાઓ છે, એ બધું એક જ છે. તમે જેને ઈચ્છે તેને પામી શકે છે. સારાંશ કે કોઈ કોઈને આપતું નથી. પરંતુ આત્મા તેિજ આત્માનું શ્રેય કરે છે. ગીતા પણ એજ કહે છે – __आत्मैवहि आत्मनो बन्धुरात्मैव रिपूरात्मन : અને મહાવીર પણ એજ કહે છે કે મારા વિસ્તાર દુહાપથ . એટલે આત્માનું સારું કે નરસું આત્મા પોતે જ કરે છે. વાસ્તવિક રીતે આત્માનું શુદ્ધ સ્વરૂપ કહો કે પરમાત્મા કહે એ એક જ વસ્તુ છે. જ્યારે અમુક વસ્તુ આપણે ઇચ્છીએ છીએ ત્યારે આપણી અંદર રહેલી એ વસ્તુને આપણે બહાર લાવીએ છીએ. આવી સ્તુતિ કરતાં હોઈએ ત્યારે પ્રભુ આપણી સમક્ષ જ છે. આપણું પ્રત્યેક ક્રિયાઓ તે દેખી રહ્યા છે એમ કહો, અને આપણે તેના ચરણે બાઝી પડી ગદ્દગદ્દ કઠે નમ્રભાવે અરજ કરતાં હોઈએ એમ કલ્પ. જે શુદ્ધ મનથી-પ્રેમ અને શ્રદ્ધાથી સ્તુતિ કરવામાં આવે તે ગમે તેવા ભયંકર પાપ પણ જરૂર નાશ પામે છે–દેવાઈ જાય છે. એ નિ:સંશય બિના છે. [ આમ આત્માના સ્વરૂપનું પૃથક્કરણ અને સ્તુતિને મહિમા સમજાવતા જતા મુનિશ્રી ધૂનમાં આગળ વધે છે. શ્રોતાજને એકાકાર બને છે–ખરેખર એ પૂત - ગુરુ % ગુરુ ૩% ગુરુદેવ આદિ બધી અજબ છે. લોકો તે ઝીલતા મસ્તી અનુભવતા હતા. એ દસ્ય પણ અદ્દભૂત હતું. આજના ધાર્મિક દિવસે એ ઈશ્વરની ને અજબ ચૈતન્ય લેકમાં પ્રગટાવ્યું હતું. ધૂન પૂરી થતાં ચિત્તની સમાધિને મદદરૂપ થાય તેવા બીજાં કાવ્યો શરૂ થયા. એક પછી એક લીટી ગવાતી જાય અને શબ્દ પાછળ રહેલો મર્મ અમૃતવાણુમાં સમજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy