SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કેશલનરેશ તેવા નહતા. તેનું અંતઃકરણ પરગજુ હતું. જીવવાની લેર માત્ર તેને તમન્ના ન હતી. દુઃખીના દુઃખ ભાંગવાને તેણે આ માર્ગ સહર્ષ સ્વીકાર્યો. પેલો માણસ કોશલનરેશને પકડી કાશીરાજની કચેરીમાં લાવ્યો. કાશીને ભૂપાલ તેને જોઈ ખૂબ ઊછળવા લાગે. ઈર્ષાથી ભભૂકતી જ્વાળાઓને આહતિ મળી ગઈ. તેની આંખે નાચવા લાગી. તે જ વખતે ભરી સભામાં કેશલનરેશે ગરદન ઝુકાવી કહ્યું. કાશીરાજ ! મારે શિરચ્છેદ કરે. અને આ મનુષ્યને સવામણું સુવર્ણ તાળી આપે.” આ શબ્દો સાંભળી આખી સભા વિસ્મિત થઈ ગઈ. ત્યારે જ પેલા માણસને ખબર પડી કે આ પતે કેશલનરેશ છે. પરદુઃખે પ્રાણત્યાગ કરનાર આવી વિભૂતિઓ વિશ્વમાં હોઇ શકે છે. આ ચિત્ર પિશાચના અંતઃકરણને પણ પીગળાવે તેવું હતું. કાશીનરેશ આવો મહાન આત્મત્યાગ જોઈ નમી ગયે. તેને પ્રતીતિ થઈ કે ખરેખર આવો આત્મત્યાગ સામાન્ય મનુષ્ય ન કરી શકે. કેશલનરેશ ખરેખર પ્રભુ છે. પિતાની ભૂલનું તેને ભાન થયું અને ઝૂંટવી લીધેલું રાજ્ય કેશલનરેશને સુપ્રત કરી હંમેશના માટે તેની ખંડણી માફ કરી. ચારિત્રની અસર અલૌકિક હેય છે. હજારે ઉપદેશ અને સેંકડે Jથે જે અસર નથી ઉપજાવી શકતા તે અસર આવાં એકજ દશ્યથી સહજ રીતે થઈ જાય છે. આ દષ્ટાંત પરથી આપણે જોઈ શકીએ છીએ કે આવું બલિદાન ઉત્કૃષ્ટ અનુકંપા થયા વિના હાઈ શકે નહિ. અહીં એકલી માત્ર અર્પણતા જ નથી બલે તેની પાછળની અનાસક્તિ છે. સાચી રીતે તપાસીએ તે આવી અર્પણતા પદાર્થ પ્રત્યેની નિરાસક્તિ વિના હોઈ શકે નહિ. જ્યારે તમે તમારા જીવનના એયને ઓળખવા લાગે ત્યાર પહેલાં જ તમારામાં અલ્પ યા વધુ પ્રમાણમાં આ ગુણ ખીલ્યો હોવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy